બેનેટે મોદીને પોતાની પાર્ટીમાં સામેલ થવા આમંત્રણ આપ્યું
ગ્લાસગો, ઇઝરાયેલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે મંગળવારે થયેલી બેઠકમાં હળવી ક્ષણો જાેવા મળી હતી જ્યારે નફ્તાલી બેનેટે પીએમ મોદી સામે પોતાની પાર્ટીમાં સામેલ થવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. સાથે બેનેટે કહ્યું કે તે ઇઝરાયેલમાં ઘણા લોકપ્રિય છે.
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલી COP26 ક્લાઇમેન્ટ ચેન્જ સમિટની ઇતર બંને નેતાઓએ દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ વાતચીતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં નફ્તાલી બેનેટ પ્રધાનમંત્રી મોદી સાથે હાથ મિલાવીને કહે છે કે તમે ઇઝરાયેલમાં સૌથી પ્રખ્યાત વ્યક્તિ છો. આવો અને મારી પાર્ટીમાં સામેલ થઇ જાવ. આ ટિપ્પણીનો જવાબ આપતા મોદીએ કહ્યું કે ધન્યવાદ, ધન્યવાદ.
બેનેટની આ વાત પછી બંને નેતા જાેરથી હસતા જાેવા મળે છે. ચૂંટણીમાં બેંજામિન નેતન્યાહૂના પરાજય પથી ઇઝરાયેલના પ્રધાનમંત્રી તરીકે આ વર્ષે જૂનમાં કાર્યભાર સંભાળ્યા પછી નફ્તાલી બેનેટ અને પીએમ મોદી વચ્ચે આ પહેલી ઔપચારિક બેઠક થઇ હતી.
આ બેઠકમાં બંને નેતાઓએ દેશોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી અને ટેકનોલોજી, ઇનોવેશનના ક્ષેત્રમાં આપસી સહયોગ વધારવાના મુદ્દા પર ચર્ચા કરી હતી. આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ બેનેટ સાથે થયેલી મુલાકાતને યાદ કરતા કહ્યું કે ભારતના લોકો ઇઝરાયેલ સાથે મિત્રતાને વધારે મહત્વ આપે છે. પ્રધાનમંત્રી કાર્યાલયે ટિ્વટ કર્યું કે ઇઝરાયેલ સાથે મિત્રતાને પ્રગાઢ કરતા પ્રધાનમંત્રી.
પીએમ મોદી અને નફ્તાલી બેનેટની ગ્લાસગોમાં સાર્થક બેઠક યોજાઇ. બંને નેતાઓએ આપણા નાગરિકોના ફાયદા અને સહયોગ માટે વિભિન્ન ઉપાયોને મજબૂત કરવા પર ચર્ચા કરી.SSS