બેન્કિંગ ક્ષેત્રે રહેલા ખાનગી ક્ષેત્રનાં વિરોધમાં બેંક કર્મચારીઓ અધિકારીઓ દ્વારા હડતાલનું હથિયાર અપનાવવામાં આવી રહ્યું છે.
(મિલન વ્યાસ) ગાંધીનગર, સમગ્ર ભારત માં સરકારી ક્ષેત્રે સેવા આપી રહેલી અનેક સંસ્થાઓને ધીમે ધીમે ખાનગી કંપનીઓને વેચી દેવામાં કે ખાનગી કંપનીઓને ભાગીદાર બનાવવામાં આવી રહી હોવાની વાત છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે.
આવા સંજોગોમાં બેન્કોને પણ પરસ્પર મર્જ કરી દેવી અથવા ખાનગી પેઢીઓને શેરનો મોટાભાગનો હિસ્સો વેચી દેવો એ પણ હવે જોવામાં આવી રહ્યું છે. જેના પરિણામે બેંક કર્મચારીઓમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. સોમવાર તથા મંગળવારના દિવસોએ સરકારી બેન્ક કર્મચારીઓએ હડતાલ નું હથિયાર અપનાવ્યું હતું.
જેના પરિણામે અબજો રૂપિયાના ટ્રાન્જેક્શન ને અસર પહોંચી હતી. પ્રસ્તુત દ્રશ્યોમાં ગાંધીનગર ખાતે હડતાલ ઉપર ઉતરેલા બેંક કર્મચારીઓ દ્રષ્ટિગોચર થાય છે.