બેન્ક ખાતામાંથી નિયત તારીખે વીજ કંપનીના બિલની રકમ ચૂકવણી થઇ જશે
ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો હવે ECSથી બિલ ભરી શકશે
અમદાવાદ, ગુજરાત વીજ કંપનીના કોઇપણ વીજ ગ્રાહકે હવે તેમના વીજ બિલ તેમના બેન્ક એકાઉન્ટમાંથી સીધુ જમા થઇ જાય તેવી સર્વસનો લાભ મળશે. ગુજરાત વીજ કંપની લિમિટેડે ઇસીએસ એટલે કે ઇલેક્ટ્રોનિક Âક્લયરિંગ સિસ્ટમ ડેવલપ કરી છે. આ અંતર્ગત દરેક વીજ ગ્રાહક હવેથી પોતાના બેંક ખાતાને વીજ કંપનીમાં રજિસ્ટર કરીને આ સેવાનો લાભ લઇ શકે છે.
આ સેવા અંતર્ગત વીજ બિલ ભરવાની છેલ્લી તારીખના એક દિવસ પહેલા ગ્રાહકના ખાતામાંથી વીજ બિલની રકમ ઓટોમેટિક પીજીવીસીએલના ખાતામાં જમા થઇ જશે. ગ્રાહક પોતાના બિલની રકમના આધારે એ પણ નક્કી કરી શકશે કે તેને તેના ખાતામાંથી કેટલું વીજ બિલ હોય તેટલી રકમની લિમિટ તે બાંધી શકશે. વીજ કંપનીની આ સેવાથી રાજ્યભરના અનેક વીજ ગ્રાહકોને બહુ મોટો ફાયદો થશે,
જાે કે આ લાભ લેવા માટે ગ્રાહકે પોતાના સબ ડિવિઝનમાં જઇને આ સેવા માટેનું ફોર્મ ભરવું પડશે, જેમાં ગ્રાહકની બેંક સંબંધિત માહિતી દર્શાવવાની રહેશે. જેટલું બિલ આવતુ હોય તેના આધારે ફોર્મની અંદર બિલની લિમિટ પણ દર્શાવવાની રહેશે. બેંકના ખાતામાં વીજ કંપનીને બિલર તરીકે દર્શાવવાની રહેશે. આ રીતે રજિસ્ટર બિલની રકમ બેંકના ખાતામાંથી જમા થઇ જશે. જેના કારણે ગ્રાહકે વીજ બિલ ભરવા માટે લાંબી લાઇનમાં ઊભા નહીં રહેવું પડે. ગ્રાહકે બિલની રકમ ભરવાની તારીખ અને રકમ યાદ નહીં રાખવી પડે તેમજ મોડું બિલ ભરવાની પરિસ્થિતિમાં દંડ પણ નહીં ભોગવવો પડે.