બેન્ક ડુબી જાય તો પણ 5 લાખ સુધીની રકમ સુરક્ષિત રહેશે
નવી દિલ્હી, બેન્કમાં ફિક્સ ડિપોઝીટ મુકનારા કરોડો લોકો માટે સરકારે બજેટમાં મોટી રાહત આપી છે. નાણામંત્રીએ આજે બજેટ રજૂ કરતી વખતે કહ્યુ હતુ કે, હવે બેન્કમાં 5 લાખ રુપિયા સુધીની એફડી પર સરકાર ઈન્સ્યોરન્સ કવર આપશે.જે પહેલા એક લાખની એફડી પર જ મળતુ હતુ.
જેનો અર્થ એ થાય છે કે, બેન્ક ડુબી પણ જાય તો પાંચ લાખ રુપિયા સુધીની એફડીની રકમ થાપણદારને પાછી મળશે.આમ પાંચ લાખ રુપિયા સુધીની એફડી સુરક્ષિત રહેશે. તાજેતરમાં પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેન્ક કાચી પડવાના કારણે થાપણાદારોની મોટી રકમ અટવાઈ હતી અને તેના કારણે સરકારને ટીકાઓ સહન કરવી પડી હતી.એ પછી સરકારે હવે ફિક્સ ડિપોઝિટને સુરક્ષિત કરવા માટે મોટી કાર્યવાહી કરી હોવાનુ મનાઈ રહ્યુ છે.અત્યાર સુધી સરકાર 1 લાખની એફડીને જ ઈન્સ્યોરન્સ કરવર આપતી હતી.આ જોગવાઈ છેલ્લા 25 વર્ષથી લાગુ હતુ અને તેને બદલવાની માંગ સમયાંતરે ઉઠતી રહેતી હતી.