બેન કટિંગ, એરિન હોલેન્ડે ૬ વર્ષ સુધી એકબીજાને ડેટ કરી
ઓસ્ટ્રેલિયા: લગભગ ૬ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી આ મહિલા એન્કર અને ક્રિકેટરે ૨૦૨૧માં લગ્ન કરી લીધા. કોવિડ-૧૯ના કારણે તેમના બે વખત લગ્ન મોકૂફ રાખવા પડ્યા હતા. આજના સમયમાં ક્રિકેટના મેદાન પર મહિલા એન્કરોને વધારે જાેવામાં આવે છે. પછી આઈપીએલ હોય કે કોઈ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ. મહિલાઓની હાજરી રહે છે. અને તે પોતાની રમતની જાણકારીના કામને સારી રીતે રજૂ કરે છે. આવી જ એક મહિલા એન્કર પર ઓસ્ટ્રેલિયાના આક્રમક ખેલાડી ફિદા થઈ ગયો હતો. આ ખેલાડીનું નામ છે બેન કટિંગ. અને જે મહિલાને આ ખેલાડી દિલ આપી ચૂક્યો હતો તેનું નામ છે એરિન હોલેન્ડ. હવે બંનેના લગ્ન થઈ ચૂક્યા છે.
ઓસ્ટ્રેલિયાના આક્રમક ખેલાડી બેન કટિંગ અને એરિન બંને એકબીજાને કોમન ફ્રેન્ડ દ્વારા ૨૦૧૫માં મળ્યા હતા. અને ત્યારથી એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. આ બંનેએ આ વર્ષે ૧૩ ફેબ્રુઆરીએ લગ્ન કર્યા. કોવિડ-૧૯ના કારણે આ બંનેએ બે વાર લગ્નને મોકૂફ રાખ્યા હતા. પરંતુ આ વર્ષે બંનેએ લગ્ન કરી લીધા. એરિન માત્ર સ્પોર્ટ્સ એન્કર નથી. તેની પાસે અનેક કલા છે. તે ૨૦૧૩માં ૨૪ વર્ષની ઉંમરમાં મિસ વર્લ્ડ ઓસ્ટ્રેલિયા રહી ચૂકી છે. સાથે જ તે મિસ વર્લ્ડ ઓસનિયાનું ટાઈટલ પણ જીતી ચૂકી છે.
મોડલિંગ સિવાય તે સિંગર પણ છે. તેના ઈન્સ્ટાગ્રામમાં પણ ઉલ્લેખ છે કે તે એક સિંગર છે. તે આઈપીએલ, પીએસએલ અને અનેક સિરીઝમાં સ્પોર્ટ્સ પ્રેઝન્ટરની ભૂમિકા નિભાવી ચૂકી છે. એરિને ક્લાસિકલ મ્યૂઝિકમાં ટ્રેનિંગ લીધી છે. અને સંગીતમાં તેની રૂચિ ૩ વર્ષની ઉંમરથી હતી. તેના પછી તે ડાન્સ અને થિયેટરમાં પણ ટ્રેનિંગ લઈ ચૂકી છે. ક્લીરનેટ અને સેક્સોફોન જેવા મ્યુઝિક ઈન્સ્ટ્રૂમેન્ટ્સનું હુનર પણ તેન પાસે છે. આ દરમિયાન માતા-પિતાએ તેનો સંપૂર્ણ સાથ-સહકાર આપ્યો. એરિને કારકિર્દી માટે તે શહેરને છોડ્યું જ્યાં તેનો જન્મ થયો હતો. તેનો જન્મ ક્વીન્સલેન્ડના કેર્ન્સમાં થયો હતો. સંગીત અને ડાન્સમાં કારકિર્દી બનાવવા માટે તે સિડની આવીને વસી ગઈ. જ્યાં તેણે પોતાની કારકિર્દીને વેગવંતી બનાવી.