બેફામ કાર ચલાવી સગીર ચાલકે PSI ને અડફેટે લીધા
જુનાગઢ: જુનાગઢમાં ગઇકાલે એટલે મંગળવારની રાતે ગોઝારો અકસ્માત બન્યો છે. પીએસઆઈ ડી.કે. સીંગરખીયા ભવનાથ તળેટીમાં ફુટ પેટ્રોલીંગમાં નિકળ્યા હતા તે સમયે કારે ટક્કર મારતાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને ખાનગી હોસ્પટલમાં સારવાર માટે લઇ ગયા હતા જ્યાં તેમનું નિધન થયું છે. અકસ્માત સર્જનાર કાર ચાલક સગીર હતો અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ પરિવાર સહિત પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જુનાગઢ ખાતે ડીવાયએસપીના રીડર પીએસઆઈ તરીકે ડી.કે. સીંગરખીયા છ દિવસ પહેલા જ હાજર થયા હતા. પીએસઆઈ ડી.કે. સીંગરખીયા ભવનાથ તળેટીમાં ફુટ પેટ્રોલીંગમાં નિકળ્યા હતા તે સમયે કારે ટક્કર મારતાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જુનાગઢ ખાતે ડીવાયએસપીના રીડર પીએસઆઈ તરીકે ડી.કે. સીંગરખીયા છ દિવસ પહેલા જ હાજર થયા હતા.
પીએસઆઈના મોતના સમાચારના પગલે સમગ્ર પોલીસબેડામાં શોકનો માહોલ જાેવા મળી રહ્યો છે. તો અકસ્માતની જાણ થતાં જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીએ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. અકસ્માત કંઈ રીતે સર્જાયો તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. સગીર કાર ચાલકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા તેમજ ડીવાયએસપી સહિતના અધિકારીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
પીએસઆઈનું અકસ્માતમાં મોત થયાના સમાચાર બાદ પોલીસબેડામાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ઉલ્લેખનિય છે કે, મૃતક પીએસઆઈ ચાર મહિના બાદ નિવૃત થવા જઈ રહ્યા હતા. તેઓની નિવૃતી નજીક હોવાથી પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો કારણ કે વર્ષો સુધી પોલીસ વિભાગમાં સેવા આપ્યા બાદ તેઓ નિવૃત થઈ પરિવાર સાથે સમય વિતાવશે. પરંતુ આ ગોઝારા અકસ્માતને કારણે પરિવારજનોની આ ઇચ્છા અધૂરી જ રહી ગઇ. એકાએક પરિવારમાં પીએસઆઈના મોતના સમાચાર મળતાં માહોલ માતમમાં ફેરવાઈ જવા પામ્યો હતો.