Western Times News

Gujarati News

બેફામ કાર ચાલકે કલ્યાણ ચોક નજીક વીજપોલને ટક્કર મારતા વીજપોલ ધરાશયી,વીજળીડૂલ, લોકોના ટોળેટોળા ઉમટ્યા 

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફીકના નિયમનો ઉલાળીયો કરી બેફામ ગતિએ વાહન હંકારતા હોવાથી સતત અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે ત્યારે મોડાસા શહેરના માલપુર રોડ પરથી પસાર થતા કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા રોડ નજીક રહેલ વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા વીજપોલ પડી ગયો હતો

કાર વીજપોલ સાથે અથડાતા જબરજસ્ત અવાજને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા કારચાલક કાર ઘટનાસ્થળે મૂકી ફરાર થઇ ગયો હતો વીજપોલ પડી જતા સમગ્ર વિસ્તારમા વીજળી ડુલ થઈ જતા વીજતંત્રના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી વીજપુરવઠો પૂર્વરત કરાવ્યો હતો

મંગળવારે રાત્રીના સુમારે એક કાર ચાલકે કાર બેફામ હંકારી સતત વાહનચાલકો અને રાહદારીઓ થી ધમધમતા કલ્યાણ ચોક પર આવેલ વીજપોલને ટક્કર મારતા કારનાં આગળના ભાગના ભુક્કા બોલાઈ ગયા હતા અકસ્માતના પગલે લોકો દોડી આવતા કાર ચાલક કાર ઘટનાસ્થળે મુકી રફુચક્કર થઇ જતા લોકોમાં કાર ચાલક નશામાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું સદનસીબે કોઈ નિર્દોષ વાહનચાલક કે રાહદારી અકસ્માતનો ભોગ ન બનતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.