બેબી પિંક ઓફ શોલ્ડર ડ્રેસમાં તાપસી પન્નુએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું
મુંબઈ, તાપસી પન્નુએ હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પોલ્કા ડોટ ઓફ શોલ્ડર બેબી પિંક કલરનો ડ્રેસ પહેરેલી જાેવા મળી રહી છે. તસવીરોમાં તાપસી ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જાેવા મળે છે. આ સુંદર ડ્રેસ સાથે તેના દેખાવને પૂર્ણ કરવા માટે, તાપસી પન્નુએ વાળનો મેસી બન બનાવ્યો છે. આ સાથે વાઈન કલરની લિપસ્ટિકે તેના લુકને વધુ આકર્ષક બનાવ્યો છે.
તાપસીએ આ આઉટફિટમાં એક કરતા વધુ પોઝ આપ્યા છે. તાપસીના આ ફોટો પર લાખો ફેન્સ લાઈક કરી રહ્યા છે અને કોમેન્ટ્સમાં તેના લૂકની પ્રસંશા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તાપસી પન્નુની જબરદસ્ત ફેન ફોલોઈંગ જાેવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તેને ૧૯.૪ મિલિયન ફોલોઅર્સ ફોલો કરે છે.SS1MS