Western Times News

Gujarati News

બેરુત પોર્ટ પર ધમકાના મામલે ૧૬ કર્મચારીઓની ધરપકડ કરાઇ

નવીદિલ્હી, લેબનોનની રાજધાની બેરુતમાં મંગળવારે બ્લાસ્ટમાં મૃતકોનજ સંખ્યા ૧૫૭ થઈ ગઈ છે. નિયમો તોડવા બદલ બેરુત બંદરના ૧૬ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. મિલિટ્રી કોર્ટમાં એક તપાસ કમિટી બનાવવામાં આવી છે. આ કેસ અંગેની તપાસ માટે સૂચનો સૂચવવામાં આવ્યા છે. કમિટી ૪ દિવસમાં શરૂઆતી રિપોર્ટ કોર્ટને સોંપશે. આ દરમિયાન, સ્વીડન અને ફ્રાંસે લેબનોનને ઘટનાની તપાસમાં મદદ કરવાનો ભરોસો આપ્યો છે.મંગળવાર થયેલા ધમાકાની ઝડપથી તપાસ થઈ રહી છે. ૧૮ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. મિલિટ્રી કોર્ટના જજ ફાદી અકીકીના આદેશ પર ૧૬ લોકોની ધરપકડ થઈ છે.

સરકાર દ્વારા પૂછવામાં આવ્યું છે કે કોની બેદરકારીના લીધે ૨૭૫૦ ટન એમોનિયમ નાઈટ્રેટ પોર્ટ પર ૭ વર્ષ સુધી કન્ટેનર્સમાં રહ્યું હતું. પોર્ટ મીનિસ્ટ્રીથી પૂછવામાં આવ્યું છે કે શું તેના માટે પરવાનગી લેવામાં આવી હતી. તેનો ઉપયોગ ક્યા કરવાનો હતો? ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને લેબનોન સરકારને તપાસમાં મદદની ઓફર કરી છે. સ્વીડને પણ મદદ માટે હાથ આગળ વધાર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે બંને દેશોના નિષ્ણાતો ટૂંક સમયમાં બેરુતમાં પહોંચશે. મેક્રોને લેબનોન સરકારને મદદની ઓફર સાથે સલાહ પણ આપી હતી. લેબનોનમાં પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરવાની જરૂર છે. પરંતુ, જ્યાં સુધી અહીંની સરકાર અને નેતાઓ સુધારા પ્રત્યે ગંભીર અભિગમ નહીં લાવે, ત્યાં સુધી આ થઈ શકશે નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.