બેરેસ્ટો-રૂટની શાનદાર બેટિંગથી ઈંગ્લેન્ડે ભારતને સાત વિકેટે હરાવ્યું
એડજેબ્સ્ટન, જાેની બેરસ્ટો અને જાે રૂટની શાનદાર બેટિંગથી ઈંગ્લેન્ડે ૫મી ટેસ્ટ ૭ વિકેટથી જીતી લીધી અને ભારતનું સિરીઝ જીતવાનું સપનું ચકનાચૂર કર્યું. ૩ દિવસ પાછળ હોવા છતાં યજમાન ટીમે મેચ જીતી લીધી હતી. વિજય માટે ૩૭૮ રનના કપરા લક્ષ્યાંકના જવાબમાં ઇંગ્લેન્ડે ચોથા દિવસે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે ૨૫૯ રન સાથે આક્રમક શરૂઆત કરી હતી.
આજે ભારતને ચમત્કારની અપેક્ષા હતી, પરંતુ બેરસ્ટો અને રૂટે ૫મા દિવસે કોઈ ઝટકો લાગવા દીધો અને મેચ ઈંગ્લેન્ડના હાથમાં મૂકી દીધી.હનુમા વિહારીએ ૧૪ના સ્કોર પર બેયરસ્ટોને જીવનદાન આપ્યું, જે ભારત માટે મોંઘુ સાબિત થયું. બીજા સત્રના અંતે ચોથા દિવસે જસપ્રીત બુમરાહે જેક ક્રાઉલીને પેવેલિયનમાં મોકલતાં ભારતે પ્રથમ સફળતા હાંસલ કરી હતી.
લીસ રન આઉટ થયો હતો જ્યારે ઓલી પોપે વિકેટ પાછળ ઝડપાયો હતો. ત્યારથી, બેયરસ્ટો અને રૂટે આગેવાની લીધી. બંનેએ ૨૬૮ રનની ભાગીદારી કરીને ટીમને ૭ વિકેટે જીત અપાવી હતી.આ પહેલા લંચ બાદ બીજા દાવમાં ભારતીય ટીમ ૮.૫ ઓવરમાં ૨૪૫ રન બનાવી આઉટ થઈ ગઈ હતી. રિષભ પંતની અડધી સદીની મદદથી ભારતે લંચ સુધી ૩૬૧ રનની લીડ મેળવી હતી.SS2KP