Western Times News

Gujarati News

બેરોજગાર ટ્યુશન સંચાલકે પાણીપુરીની લારી શરૂ કરી

Files Photo

રાજકોટ: શિક્ષક એ સમાજનો નિર્માતા માનવામાં આવે છે. પરંતુ આજના આ કપરા સમય દરમિયાન શિક્ષકની પણ પરિસ્થિતિ કફોડી બની છે. આજે શિક્ષક પોતાના ઘરનું ગુજરાન ચલાવવા અન્ય ધંધા તરફ વળી રહ્યો છે. કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ધ્યાનમાં રાખી સરકાર દ્વારા લોકડાઉન લાદવામાં આવ્યું હતું.

જે બાદ અનલોક પણ કરવામાં આવ્યું. જેમાં મોટાભાગના ધંધા રોજગાર શરૂ કરવા છૂટ આપવામાં આવી છે. પરંતુ આજે છેલ્લા ૧૦ મહિનાથી ટ્યૂશન કલાસ અને શાળા કોલેજાે હજુ પણ લોક જાેવા મળી રહી છે. રાજકોટના એક ટ્યુશન સંચાલકની વાત કરીએ તો, ક્લાસિસમાં આવક ન થતા દોઢ લાખની લોનના હપ્તા માટે તેને પાણીપુરીની લારી શરૂ કરી છે.

રાજકોટ શહેરના કુવાડવા રોડ પરના સ્ટાર ગેલેક્સી એજ્યુકેશન નામથી ટ્યુશન ચલાવતા સંચાલક અને કોચિંગ ક્લાસિસ એસોસિએશનના સભ્ય જય કારીયાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી કોચિંગ ક્લાસિસ ચલાવે છે અને વર્ષ ૨૦૧૯ માં કુવાડવા રોડ સ્થિત નવા ક્લાસ શરૂ કર્યા હતા.

પરંતુ ૩ મહિના કલાસ કાર્યરત રહ્યા બાદ લોકડાઉન જાહેર થતા આજે ૧૦ માસથી ક્લાસિસ બંધ છે. પરંતુ ભાડું યથાવત છે અને લોનના ઈએમઆઈ ચાલુ છે, માટે ઇન્કમ ઉભી કરવા પાણીપુરીની લારી શરૂ કરવામાં આવી છે.

ક્લાસિસની બરોબર સામે જ કોઈ શરમ વગર પાણીપુરીની લારી શરૂ કરી દીધી છે. એટલું જ નહિ, શરૂઆતમાં બજાર જેવી પાણીપુરી લોકોને આપવી તે માટે શું કરવું તે વિચારને લઈ યુટ્યુબનો સહારો લીધો અને તેમાં જાેઇ બાદમાં પાણીપુરી બનાવતા શીખ્યું હતું. પાંચ પ્રકારના પાણી બનાવવા માટે અલગ અલગ ફ્લેવરના પાવડર ખરીદી કંઇ નવું આપવાનું શરૂ કર્યુ છે અને આગળ પણ લોકોને નવી વાનગી આપવા કોશિશ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.