બેરોજગાર પતિને પત્નીએ ટોકતા હત્યા કરી દીધી
ફતેહપુર: કામ ન કરવા અને આવક ન હોવાથી પત્નીની સાથે સતત થનાર વિવાદના ગુસ્સામાં એક પતિએ પત્નીને કુહાડીથી કાપી હત્યા કરી પત્નીના તમામ દાગીના રોકડ લઇ હત્યારો પતિ ફરાર થઇ ગયો છે. પુત્રના ઘરમાં પહોંચવા પર આ ઘટના જાેઇ તે સનસની ગયો હતો અને તેણે પોલીસને જાણ કરી હતી.પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર ચાંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોહરારી ગામ નિવાસી રાજેન્દ્ર ઉર્ફે સુદ્દી તિવારી સુરતમાં રહી મજુરી કરતો હતો કહેવાય છે કે ગત વર્ષ લોકડાઉન દરમયાન કામ છુટી જવાથી તે ઘરે પાછો ફર્યો હતો
વર્તમાન સમયમાં તે ગાજીપુર વિસ્તારના બડનપુર ચાર રસ્તા પર શ્યામ કુમારના મકાનમાં પત્ની મમતા તિવારી અને બે પુત્રો રાજ તિવારી અને દીપકની સાથે રહેતો હતો ગત કેટલાક દિવસોથી રાજેન્દ્ર ઘરમાં ખાલી બેસી રહ્યો હતો જેનો વિરોધ તેની પત્ની કરતી હતી પિતાના બેરોજગારને લઇ પત્ની તેને અવારનવાર ટોકતી હતી અને આ મુદ્દાને લઇ તેમની વચ્ચે વિવાદ ઉભો થતો હતો. ગઇકાલે સાંજે મોટો પુત્ર રાજ તિવારી પોતાની માસીના ઘરે ગયો હતો જયારે દીપર શહેર ગયો હતો
આ દરમિયાન પત્નીએ પતિને બેરોજદારીને લઇને વિવાદ શરૂ કર્યો હતો જેથી રાજેન્દ્ર એકાએક ગુસ્સે થઇ ગયો હતો અને પત્નીને કુહાડીથી કાપી તેની હત્યા કરી ઘરમાં રહેલ પત્નીના તમામ દાગીના અને રોકડ રકમ લઇને ફરાર થઇ ગયો હતો પુત્ર જયારે ઘરે આવ્યો ત્યારે આ ઘટનાની જાણ તેણે પોલીસને કરી હતી.આથી પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.