બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-૫ મિસાઈલનું સફળતાપૂર્વક પરિક્ષણ

નવીદિલ્હી, સંરક્ષણ મંત્રાલયના મતે, અગ્નિ-૫ને ડ્ઢઇર્ડ્ઢં અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું વજન લગભગ ૫૦,૦૦૦ કિલો છે. મિસાઈલ ૧.૭૫ મીટર લાંબી છે, જેનો વ્યાસ ૨ મીટર છે. આ ૧,૫૦૦ કિલોના વારહેડ ત્રણ તબક્કાવાળા રોકેટ બુસ્ટર હેઠળ રાખવામાં આવશે, જે ઠોસ એન્જિન દ્વારા સંચાલિત થાય છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ભારતીય અંતરમહાદ્વિપીય બેલેસ્ટિક મિસાઈલ પોતાના સૌથી તેજ ગતિથી ૮.૧૬ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચાલનારી ધ્વનિની ગતિથી ૨૪ ગણી ઝડપી હશે અને ૨૯,૪૦૧ કિલોમીટર પ્રતિ કલાકની ઉચ્ચ ગતિ હાંસલ કરશે. આ એક રિંગ લેઝર ગાયરોસ્કોપ ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે, જે ઉપગ્રહ માર્ગદર્શનની સાથે કામ કરે છે. આ સટીક નિશાન લગાવવામાં પણ સક્ષમ છે.
ંઅગ્નિ-૫ અંતર મહાદ્વિપીય બેલેસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટ પર કામ એક દાયકાથી વધુ સમય પહેલા શરૂ થયું હતું. પ્રોજેક્ટની જાણકારી રાખનારા લોકોએ કહ્યું હતું કે, આ મિસાઈલનું પહેલું યુઝર ટ્રાયલ છે, જેની જદમાં ચીનનો સુદૂર ઉત્તરી ભાગ આવી શકે છે. અગ્નિ-૫ પ્રોજેક્ટનો ઉદ્દેશ ચીનની સામે ભારતની પરમાણુ પ્રતિકારક ક્ષમતાને વધારવાની છે, જેની પાસે ડોંગફેંગ ૪૧ જેવી મિસાઈલ છે, જેની ક્ષમતા ૧૨,૦૦૦થી ૧૫,૦૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરવાની છે.
મિસાઈલનું સફળ પરિક્ષણ એવા સમયમાં કરવામાં આવ્યું છે, જ્યારે ભારતની પૂર્વીય લદ્દાખમાં ચીનની સાથે સીમા પર તણાવની સ્થિતિ છે. તો બીજી તરફ પાકિસ્તાનની સાથે સીમા પર સીઝફાયર ચાલી રહ્યું છે, પરંતુ પાડોશી દેશ આતંકીઓને મોકલીને માહોલ ખરાબ કરવાના પ્રયાસમાં લાગેલો છે. ઉલ્લેખનીય છે કે, અગ્નિ ૫નું પહેલું પરિક્ષણ એપ્રિલ ૨૦૧૨માં થયું હતું.
ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૧૩માં બીજું પરિક્ષણ થયું હતું. પછી જાન્યુઆરી ૨૦૧૫માં ત્રીજું અને ડિસેમ્બર ૨૦૧૬માં ચોથું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર ૨૦૧૮ સુધી આના ૭ પરિક્ષણ થયા હતા. આ પરિક્ષણો દરમિયાન મિસાઈલને અલગ અલગ પ્રકારના લોન્ચિંગ પેડ લગાવવામાં આવ્યા હતા. તેના અલગ અલગ ટ્રેઝેક્ટરી પર પ્રક્ષેપિત કરીને પરખવામાં આવ્યા હતા.
અગ્નિ ૫ પ્રકારના ટેસ્ટમાં સફળ સાબિત થઈ છે.આ મિસાઈલને માત્ર જમીન પરથી છોડી શકાય છે. પાણીથી પણ આ મિસાઈલ છોડી શકાય છે. આ માટે અગ્નિ ૫ના સબમરિન વર્ઝન પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે.HS