બેવફાઈ કરતા પુરુષો માટે દવા બનશે: વૈજ્ઞાનિકોનો દાવો

નવી દિલ્હી, જ્યારે સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમ પૂરો થવા લાગે છે તો બે લોકો વચ્ચે અંતર આવવા લાગે છે. ઘણી વખત આ કારણે લોકોનું મન પોતાના પાર્ટનરને છોડીને કોઇ બીજા સાથે લાગી જાય છે અને પછી સંબંધોમાં કડવાશ આવી જાય છે. પરંતુ કેટલીકવાર કેટલાક લોકો તેમના પાર્ટનરને એટલા માટે ચીટ કરે છે કારણ કે તેમની અંદરની હવસ તેમના પાત્રને બગાડવાનું શરૂ કરે છે.
વૈજ્ઞાનિકો આવા લોકો માટે અનોખી દવાઓ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આ દવા એવા પુરુષો માટે છે કે જેઓ બેવફાઈ કરે છે. એન્ડોક્રાઇન સોસાયટીમાં ક્લિનિકલ એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમ જર્નલમાં પ્રકાશિત તાજેતરના એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે જે પુરુષોને હાઇપરસેક્સ્યુઅલ ડિસઓર્ડર છે તેમના શરીરમાં ઓક્સિટોસિન હોર્મોનનું પ્રમાણ વધારે હોય છે.
તમને જણાવી દઇએ કે ઓક્સીટોસિનને લવ હોર્મોન પણ કહેવામાં આવે છે. આ પુરુષો અને સ્ત્રીઓની અંદર જાેવા મળે છે અને સકારાત્મક લાગણીઓ બનાવવામાં મદદ કરે છે. અભ્યાસમાં, હાયપર-સેક્સ્યુઅલ ડિસઓર્ડર ધરાવતા ૬૪ પુરુષોની તપાસ કરવામાં આવી હતી જ્યારે ૩૮ પુરુષો કે જેમની પાસે સામાન્ય સ્તરના હોર્મોન્સ હતા જે જાતીય રસને ઉત્તેજિત કરે છે તેની તપાસ કરવામાં આવી હતી.
આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું હતું કે ઓક્સીટોસિનનું પ્રમાણ વધારે હોવાને કારણે લોકો પાર્ટનરને માત્ર બીજા સાથે ફિઝિકલ રહેવા માટે જ ચીટ કરે છે.
તેમણે કહ્યું કે ઓક્સીટોસિન અને જાતીય વ્યસન વચ્ચે સીધો સંબંધ છે. આ કારણોસર, આ દિશામાં કામ કરતા વૈજ્ઞાનિકો પાસે ઓક્સિટોસિકને ઘટાડતી દવાઓ પર કામ કરવાનો સારો વિકલ્પ છે. તેમણે કહ્યું કે આવી દવાઓ બનાવી શકાય છે જેના દ્વારા શરીરમાં ઓક્સિટોસિનની માત્રા ઓછી કરી શકાય છે જેથી પુરુષો મહિલાઓ સાથે ચીટ ન કરે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે પુરુષો કોગ્નિટિવ બિહેવિયર થેરેપીમાંથી પસાર થયા હતા તેમનામાં ઓક્સિટોસિનના સ્તરમાં ઘટાડો થયો હતો અને હાઇપરસેક્સ્યુઅલ ડિસઓર્ડર પણ ઓછો થયો હતો. આ તથ્ય દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે દવા ઉપરાંત શરીરમાં ઓક્સીટોસિનનું સ્તર પણ ઘટાડી શકાય છે.
અમેરિકન સાઇકિયાટ્રિક એસોસિએશન જાતીય વ્યસનને માનસિક વિકાર માનતું નથી. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા હાયપરસેક્સ્યુઅલ વર્તણૂકને રોગોના આંતરરાષ્ટ્રીય વર્ગીકરણની સૂચિમાં મૂકવામાં આવી હતી.SSS