બેસીને રાષ્ટ્રગાન ગાવા બદલ મમતા સામે ભાજપની ફરિયાદ

મુંબઈ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આગામી ૨૦૨૪ લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. ‘મિશન ૨૦૨૪’ને ધ્યાનમાં રાખીને તેઓ મંગળવારે ૨ દિવસીય પ્રવાસ માટે મુંબઈ પહોંચ્યા હતા. જાેકે તેઓ મુશ્કેલીઓમાં ઘેરાતા જણાઈ રહ્યા છે.
મુંબઈ ભાજપના એક નેતાએ મમતા બેનર્જી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાજપના નેતાએ મમતા બેનર્જી પર રાષ્ટ્રગાનનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપા નેતાએ આરોપ લગાવ્યો છે કે, મમતા બેનર્જીએ મુંબઈ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રગાનનું અપમાન કર્યું. મમતા બેનર્જીએ બેસીને રાષ્ટ્રગાન ગાયું અને ૪-૫ લાઈન ગાયા બાદ ઉભા થઈને રાષ્ટ્રગાન ગાવા લાગ્યા.
ભાજપા પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ શિવસેના અને એનસીપી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે, ‘શું પોતાની જાતને સૌથી વધારે રાષ્ટ્રવાદી ગણાવનારી શિવસેના અને પોતાના નામમાં રાષ્ટ્રવાદી લગાવનારી એનસીપીહવે મમતા બેનર્જી વિરૂદ્ધ એફઆઈઆરનોંધાવીને કાર્યવાહી કરશે? કે રાજકીય સગવડ માટે દેશની અસ્મિતા અને ચિન્હોનું અપમાન તેમના માટે યોગ્ય છે?’
મમતા બેનર્જીએ મુંબઈ ખાતે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવારની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓ બોલિવુડના કલાકારોને પણ મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે કેન્દ્રની મોદી સરકારને નિશાન પર લીધી હતી. મમતા સાથેના સંવાદમાં મહેશ ભટ્ટ, જાવેદ અખ્તર, શત્રુઘ્ન સિંહા, રિચા ચઢ્ઢા, સ્વરા ભાસ્કર, કોમેડિયન મુનવ્વર ફારૂકી જેવી હસ્તિઓ ઉપસ્થિત રહી હતી.SSS