બે કરોડ લોકોના ફોન નંબર તેમજ એડ્રેસ લિક થયા
નવી દિલ્હી: ગ્રોસરીની શોપિંગ કરનાર બિગબાસ્કેટનો ઉપયોગ કરનાર ગ્રાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઓનલાઇન કરિયાણાની ખરીદી અને ઘરે પહોંચાડતી આ કંપનીના યુઝર્સના ડેટાને હેક કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી છે.
સાઇબર ઇન્ટેલિજન્સ કંપની સાબઇલ મુજબ ડેટા હેકિંગથી બિગબાસ્કેટના લગભગ ૨ કરોડ ગ્રાહકોની જાણકારી લીક થઇ છે. કંપનીએ આ મામલે બેંગલુરુમાં સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. તથા આ સાઇબર વિશેષજ્ઞો દ્વારા આ દાવા પર તપાસ ચાલી રહી છે. સાબઇલ કહ્યું કે એક હેકરે કથિત રીતે બિગબાસ્કેટના ડેટાને ૩૦ લાખ રૂપિયામાં વેચ્યા છે.
સાઇબલના બ્લોગમાં કહેવામાં આવ્યું છે કે ડાર્ક વેબની નિયમિત તપાસ દરમિયાન સાબઇલની શોધ ટીમે જોયું કે સાઇબર અપરાધ બજારમાં બિગબાસ્કેટના ડેટાબેઝ ૪૦,૦૦૦ ડોલરમાં વેચવામાં આવી રહ્યો છે. એક્સક્યૂઝિવ ફાઇલનો આકાર લગભગ ૧૫ જીબીનો છે. અને તેમાં બે કરોડ ગ્રાહકોનો ડેટા છે. તેવામાં કહેવામાં આવી રહ્યું છે કે આ જાણકારીમાં ગ્રાહકનું નામ, ઇ મેસ આઇડી, પાસવર્ડ હેશેજ, સંપર્ક નંબર, સરનામું, જન્મતિથિ, સ્થાન અને આઇપી એડ્રેસ પણ સામેલ છે.
સાઇબલના પાસવર્ડનો ઉલ્લેખ કર્યો છે. આ કંપની વન ટાઇમ પાસવર્ડનો ઉપયોગ કરે છે. જે પ્રત્યેક વખતે લોગ ઇન વખતે બદલાય છે. જો કે આટલી સાવચેતી પછી પણ તેનો ડેટા લિંક થયાની જાણકારી મળી છે. બિગબાસ્કેટ પણ આ મામલે પોતાનું નિવેદન બહાર પાડ્યું છે. બિગબાસ્કેટ પોતાના નિવેદનમાં કહ્યું છે કે કેટલાક દિવસ પહેસા સંભવિત ડેટા લીક થયો હોવાની જાણકારી મળી હતી. અમે તેનું આકલન અને દાવાની સત્યતા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વધુમાં અમે આ મામલે બેંગલુરુ જ્યાં અમારી હેડઓફિસ છે ત્યાંથી સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે બિગ બાસ્કેટ પહેલા પણ અનેક જાણીતી કંપનીઓના યુઝર્સ ડેટા આ રીતે હેક કરીને લીક કરવામાં આવ્યા છે. આ પહેલા પણ સાઇબલ નામની આ કંપની આવા દાવા કરી ચૂકી છે.