બે કર્મીને નગ્ન કરીને મારતા ૪૦૦ કર્મચારીની હડતાળ
વડોદરા, વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા બે કર્મચારીઓને કોન્ટ્રાક્ટના જ સુપરવાઇઝરે ચોરીનો આરોપ મુકી માર મારતા ૪૦૦ જેટલા કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા. સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગ સહિત અન્ય વિભાગોમાં કોન્ટ્રાક્ટમાં ૪૦૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે. સફાઇ સહિતની કામગીરી કરતા કર્મચારીઓમાંથી વિક્રમ વસાવા અને અનિલ પરમાર નામના કર્મચારી પાસેથી કોન્ટ્રાક્ટના સુપરવાઇઝર દ્વારા દારૂ પીવા માટે બે હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને રૂપિયા ન આપતા તેમની પર ચોરીનો આરોપ મુકી રાત્રે નગ્ન કરી માર માર્યો હોવાના આક્ષેપો કર્મચારીઓએ કર્યા હતા, જેના વિરોધમાં સુપરવાઇઝરને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા.
જાેકે સુપ્રિટેન્ડન્ટ રંજન ઐયરે બંને પક્ષોને સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની બાહેધરી આપી હતી. સુપ્રિટેન્ડન્ટ રંજન ઐયરની સમજાવટ બાદ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ફરીથી કામ પર જાેડાયા હતા. કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ લગાવેલા આરોપને અંકુર બારોટે પાયાવિહોણા ગણાવ્યા હતા અને પોતે આ ઘટના સમયે હાજર ન હતા. ઘટના સ્થળે પહોચ્યા ત્યારે સમગ્ર મામલો પુરો થઈ ગયો હોવાનુ જણાવ્યુ હતું.SSS