બે કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી અરવલ્લી પોલીસ

ઇસરી પોલીસે સેન્ટ્રો કારમાંથી અને શામળાજી પોલીસે સ્વીફ્ટમાંથી દારૂ ઝડપ્યો
અરવલ્લી જીલ્લા પોલીસે બુટલેગરો સામે તવાઈ બોલવી છે સતત વિદેશી દારૂ ભરી પસાર થતી કાર ઝડપી પાડી બુટલેગરોના કીમિયા નિષ્ફળ બનાવી રહી છે ઇસરી પોલીસે રમાડ ગામ રોડ પરથી વિદેશી દારૂ ભરી પસાર થતી સેન્ટ્રો કારમાંથી ૬૭ હજાર થી વધુનો જથ્થો જપ્ત કરી બે બુટલેગરોને દબોચી લીધા હતા શામળાજી પોલીસે સ્વીફ્ટ કારની બોનેટમાંથી ૮૨ બોટલ દારૂ સાથે એક બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ઇસરી પીઆઈ વી.વી.પટેલે સ્ટાફ સાથે રમાડ ગામ નજીક બાતમીના આધારે સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂ અને ક્વાંટરીયા મળી રૂ.૬૭૨૦૦/- નો જથ્થો જપ્ત કરી મેમનગર ઠાકોરવાસમાં રહેતા તેજારામ લાલજી પાટીદાર અને રાજસ્થાન આસપુરના દીલીપ મોઘજી પટેલને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ૨.૨૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બંને બુટલેગરો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
શામળાજી પોલીસે અમદાવાદ કુબેરનગરના શ્રદ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા હરેશ અર્જુનદાસ ભેરવાનીને સ્વીફ્ટ કારના બોનેટમાં વિદેશી દારૂની ૮૨ બોટલ સંતાડી રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતો દબોચી લઇ વિદેશી દારૂ,કાર સહીત મુદ્દામાલ મળી કુલ.રૂ.૩૩૩૭૭૩/- નો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂ સ્વીફ્ટમાં ભરી આપનાર રાજસ્થાન ઉદેપુરના બે અજાણ્યા ઠેકવાળા સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા