બે કે ત્રણ અનાજ ભેગાં કરીને લોટ બાંધો, જેથી રોટલી વધારે પૌષ્ટીક બને

પ્રતિકાત્મક
ભારતીય સ્ત્રીઓ માટે તમે એક વાતનું અવલોકન કર્યુ હશે કે તેઓ તેમના રસોડા માટે માલિકીવૃત્તિ ધરાવે છે. હું વિચારતી હતી કે શા માટે મારી માતા પોતાના રસોડામાં કોઈનું આવવું, તેને બગાડવું પસંદ કરતી ન હતી. જ્યારે મારા લગ્ન થયાં ત્યારે જ મળ્યો કે જ્યારે મેં મારૂં પોતાનું રસોડું સંભાળ્યું. એક સ્ત્રી માટે રસોડું એ જગ્યા છે કે જેમાંથી તે પોતાના કુટુંબના આરોગ્યનું ધ્યાન રાખી શકે છે. કોઈ પણ ભારતીય રસોડામાં ડોકું કરી જુઓ.
તમને તે ભરેલું પરંતુ બરાબર સચવાયેલું લાગશે. તમને રસોડાની અભરાઈ પર આહારના કધા સમૂહ સરસ રીતે ગોઠવાયેલા દેખાશે, જેમ કે અનાજ, દાળો, તેલ, નટ્સ, દૂધ અને દૂધની બનાવટો, ફળો અને શાકભાજી. આ દર્શાવે છે કે ભારતીય આહારને કઈ ચીજ આરોગ્યપ્રદ બનાવે છે – એક સંપૂર્ણ આહાર માટે જરૂરી ખોરાકના બધા જ સમૂહ.
અત્યાર સુધી આપણે માત્ર આહારના અલગ સમૂહની વાત કરી પણ ભારતીય ભોજન માટે ખરેખર નોંધપાત્ર હોય તો તે છે પૌષ્ટિક વાનગીઓ કે જે જુદા જુદા સમૂહના મિશ્રણથી બનાવવામાં આવી છે. દરેક રાજ્યની પોતનાની થાળી હોય છે, પરંતુ તેનું સંયોજન થોડુંઘણું સરખું હોય છે, જે સામાન્ય રીતે નીચેની ચીજાે ધરાવે છે.
| રોટલી, ભાખરી, પૂરી, ઈડલી, અથવા ઢોંસા, ભાત, ખીચડી, (અનાજ-કાર્બોહાઈડ્રેટ)
| દાળ, રસમ, સંભાર, ઉસળ (દાળ, કઠોળ, દાણા-પ્રોટીન)
| સૂકાં અને રસાવાળાં શાક (સિઝનનાં શાક-ફાઈબર, વિટામિન અને ક્ષારો)
| પનીરનું શાક, દહીં, છાશ, (દૂધ અને દૂધની બનાવટો – પ્રોટીન, કેલ્શિયમ)
| રાયતાં (દહીં, શાકભાજી)
| કોપરૂં, કોથમીર, ફુદીનો, શીંગદાણા, કે લસણની ચટણી
| મીઠાઈ (દૂધ અને દૂધની બનાવટો, ખાંડ, ગોળ, મધ)
| ચાલો, થાળીમાં રહેલા દરેક સંઘટક અને તેનાં અદ્ભૂત લક્ષણો પર નજર કરીએ
રોટી, ચપાટી, ભાખરી
| આ બધું ઘઉંના લોટમાંથી બને છે. જેમાં તેલ, મીઠું અને પાણી ઉમેરાય છે. લોટની કણક-બાંધવા બધું જ બરાબર મિક્સ કરવામાં આવે છે. ભારતીયો બાજરી, જુવાર, અને મકાઈ જેવા વધુ ફાઈબરવાળા અનાજની રોટલીઓ પણ ખાય છે. બાજરી, જુવાર અને મકાઈની અગત્યની બાબત એ છે કે તેનો લોટ બાંધવા માટે તેલની જરૂર પડતી નથી. આજકાલ લોકો બે કે ત્રણ અનાજ ભેગાં કરીને વાપરે છે કે જેથી લોટ વધારે પૌષ્ટીક બને. જેમ કે, ઘઉં અને સોયા.
ચોખા
| ભાત એ દક્ષિણ ભારત, આસામ અને કાશ્મીરનો મુખ્ય આહાર છે. તેમાં ભરપૂર સ્ટાર્ચ, મધ્ય પ્રમાણમાં પ્રોટીન અને થોડાક પ્રમાણમાં ચરબી, આયર્ન અને કેલ્શિયમ હોય છે. બાફેલા ચોખા સફેદ ચોખાનો વધારે સારો વિકલ્પ છે. બાફેલા ચોખામાં કુશ્કીમાં રહેલા વિટામીન તથા ક્ષારો દાણામાં શોષાઈ જાય છે. આથી તેની પર પ્રક્રિયા કરવા છતાં આખા દાણાના પોષકતત્વો નુકસાન પામતાં નથી.
ચોખાની સાથે શાક, લસણ, આદું અને મસાલા ઉમેરીને વિવિધ પૌષ્ટિક વાનગીઓ બને છે જે સોડમ, સ્વાદ, અને વધારાના પોષણનો પણ ઉમેરો કરે છે.
દાળ અને કઠોળ
દાળો જેવી કે અડદ અને મસૂર, બીન્સ જેવા કે રાજમા, મઠ, ચોળા, કાળા ચણાં, મગ વગેરે પ્રોટીન, કોમ્પ્લેક્સ કાર્બોદિત અને કેટલાંક વિટામિન અને ક્ષાર આપે છે.આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક અને અન્ય ક્ષારો કે જે સારા સ્વાસ્થ્ય માટે અનેકવિધ ભાગ ભજવે છે. તે પણ આ બધાંમાંથી મળે છે.
કઠોળને ટામેટાં અને મીઠા સાથે બાફીને માત્ર એક ચમચી ઘી મૂકી મીઠો લીમડો, જીરૂ, હીંગ, આખાં લાલ મરચાંનો વઘાર કરી શકાય. તેને કોથમીરથી સજાવી દો અને ગરમ પીરસો. આ વાનગી વજન વધારનાર કે બિનઆરોગ્યપ્રદ કેવી રીતે કહી શકાય ?
ભારતીય આહારમાં શાકભાજીનો ઘણો ઉપયોગ થાય છે. ઓછી કેલરી,વધારે ફાઈબર, વિટામિન્સ અને ક્ષારો ધરાવતા આ આહારનું સૌથી વધારે પૌષ્ટિક જૂન છે. એવું સૂચવવામાં આવે છે કે તમે રોજના ઓછામાં ઓછા ત્રણથી ચાર શાક ખાઓ. શાક, સલાડ, સૂપ, રાયતાં કે પછી રસના સ્વરૂપમાં.
ઓગળે તેવા અને ન ઓગળે તેવા અને ન ઓગળે તેવા ફાઈબર કે જે આપણા શાકમાં હોય છે. તે શરીરના ઉત્સર્ગતંત્રને સ્વસ્થ રાખે છે. લાલ, નારંગી અને પીળા રંગના શાકમાં ખૂબ સરસ એન્ટિ ઓક્સિડન્ટના ગુણધર્મો હોય છે અને વજન ઉતારવા ઈચ્છતા લોકો માટે કિંમતી છે. શાકભાજીમાં રહેલા બીટા-કેરોટીન અને વિટામીન સી અને ઈ કેન્સર કરનાર ફ્રી રેડિકલ્સને નિષ્ક્રિય બનાવીને કેન્સર સામે લડે છે.