બે ટોપ સ્ટારો સલમાન-અક્ષય આમને સામને આવે તેવી વકી

મુંબઇ, છેલ્લા કેટલાક દિવસથી અક્ષય કુમારના ફેન્સ તેની આવનાર ફિલ્મ સુર્યવંશીની રજૂઆતની રાહ જોઇ રહ્યા છે. જો કે હવે તેમના માટે નિરાશાજનક સમાચાર છે. કારણ કે કોરોના વાયરસના કારણે ફિલ્મની રજૂઆતની તારીખને ટાળી દેવામાં આવી છે. હવે કહેવામાં આવે છે કે ફિલ્મને એજ દિવસે રજૂ કરવામાં આવનાર છે જે દિવસે સલમાન ખાનની રાધે ફિલ્મ રજૂ થનાર છે. આનો અર્થ એ થયો કે બે સુપરસ્ટાર સલમાન ખાન અને અક્ષય કુમાર એકબીજાની સામે ફિલ્મને લઇને આવી શકે છે. સુર્યવંશી મુળભુત રીતે ૨૪મી માર્ચના દિવસે રજૂ કરવામાં આવનાર હતી.
જો કે કોરોનાના કારણે ફિલ્મની રજૂઆત ટળી ગઇ છે. સલમાન ખાનની રાધે મે મહિનામાં રજૂ કરવામાં આવનાર છે. પહેલા કહેવામાં આવી રહ્યુ હતુ કે અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોંબની ટક્કર સલમાન ખાનની ફિલ્મ રાધે સાથે થશે પરંતુ હવે સુર્યવંશીની રજૂઆત ડેટ ટળી જતા આ ફિલ્મ રાધે સાથે રજૂ કરવામાં આવનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે તહેવારની સાથે સલમાન ખાનની કોઇ ફિલ્મ રજૂ કરવાનો પણ સમય હોય છે. હવે સલમાન ખાન માટે ફિલ્મ રજૂ કરવા માટે સમય હોય છે.
અક્ષય કુમારની ફિલ્મ સુર્યવંશીને લઇને હાલમાં ભારે ચર્ચા છે. ખાસ કરીને પોતાની ફિલ્મની રજૂઆત તારીખને લઇને અક્ષય કુમાર ચર્ચામાં છે. જાણવા મળ્યુ છે કે અક્ષય કુમારે પોતાની ફિલ્મને રજૂ કરવાની તારીખ નક્કી કરતા પહેલા બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાન સાથે વાતચીત કરી હતી. જો કે સ્થિતિમાં અક્ષય કુમારે આવા અહેવાલને રદિયો આપ્યો છે. અક્ષય કુમારે બે સ્ટાર વચ્ચે સ્પર્ધાની વાતને રોકતા કહે છે કે આ તમામ બાબતો આધારવગરની છે. સ્ટાર વચ્ચે કોઇ સ્પર્ધા હોતી નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તમામ લોકોની છે.