બે દાયકામાં રાજ્યમાં ૧૫૪૯ નવા વીજ સબ-સ્ટેશન બન્યા, દર વર્ષે એવરેજ ૭૮ વીજ સબ સ્ટેશન નિર્માણ થાય છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઘરે-ઘરે વીજળી પહોંચાડવાના રાજ્ય સરકારની સફળતાની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.
૧૯૬૦માં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ૨૦૦૨ સુધીમાં ૭૦૨ વીજ સબ સ્ટેશન બન્યા હતા. બે દાયકામાં રાજ્યમાં ૧૫૪૯ નવા વીજ સબ-સ્ટેશન બન્યા છે એટલે કે દર વર્ષે એવરેજ ૭૮ વીજ સબ સ્ટેશન નિર્માણ થાય છે તેની વિગતો તેમણે આપી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતને પરિવહન અને ઊર્જા એમ બંને ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કરું છું કે રાજ્યના છેવાડાના જિલ્લા બનાસકાંઠા જિલ્લાને એરપોર્ટની સુવિધા જેવા બસપોર્ટની આજે ભેટ આપી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે.
તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી વિકાસયાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખુબ તેજ ગતિથી આગળ ધપાવી રહ્યા છે. કૃષિ, પશુપાલન, શિક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં બનાસકાંઠા જિલ્લો આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, એરપોર્ટ જેવી સુવિધાવાળુ બસપોર્ટ બનવાથી જિલ્લાના ૫ હજાર લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે.
આ અવસરે અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રીશ્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, બનાસકાંઠા સંસદ સભ્ય શ્રી પરબતભાઇ પટેલ, પાટણ સંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભી, રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઇ અનાવાડીયા, કલેકટર શ્રી આનંદ પટેલ,
જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, પૂર્વ મંત્રીશ્રીઓ હરીભાઇ ચૌધરી, હરજીવનભાઇ પટેલ, કાંતિભાઇ કચોરીયા, અગ્રણીઓ સર્વ શ્રી ગુમાનસિંહ ચૌહાણ, સુરેશભાઇ શાહ, શ્રી યશવંતભાઇ બચાણી, સહિત પદાધિકારીઓ- અધિકારીઓ, તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.