Western Times News

Gujarati News

બે દિવસમાં ૪ નવજાત બાળકી મળી, ત્રણ જીવિત તો એક મૃત

Files Photo

અમદાવાદ: વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા અને વેલેન્ટાઈન ડેના દિવસે જ શહેરમાં ચકચારી ઘટનાઓ બની છે. એકતરફ ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ જેવી કહેવતો સાંભળવા મળે છે, તો બીજી તરફ ચાર જેટલી ઘટનાઓમાં જનેતા જ નિષ્ઠુર બની છે.

શાહીબાગ વિસ્તારમાંથી શનિવારે ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. શી ટીમ ફરજ પર હતી ત્યારે જ આંખની હૉસ્પિટલ પાસે કચરાપેટી પાસે લોકો ટોળે વળીને ઊભા હતા.

ટીમે જઈને જાેયું તો એક દુપટ્ટામાં બાંધેલી હાલતમાં બાળકી રડતી હતી. પોલીસે તપાસ કરી તો બાળકીની નાભિના ઉપરના ભાગે નાળને નાડાછડી બાંધેલી હતી. તો એલિસબ્રિજના કોચરબ આશ્રમ પાસે કચરો ભરેલી ગાડીમાંથી મૃત હાલતમાં બાળકી મળી આવી હતી.

વેજલપુરમાં ફતેહવાડીમાં રોડ પર રડતી બાળકી મળી આવી છો અને અન્ય કિસ્સામાં ગાડી નીચેથી બાળકી મળી આવી હતી. સમગ્ર મામલે વેજલપુર, એલિસબ્રિજ અને શાહીબાગ પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે હમણાંથી બાળક ત્યજી દેવાના કિસ્સામાં વધારો થયો છે. આ ઉપહેલા ગોમતીપુર, મણીનગર જેવા વિસ્તારોમાં પણ આવી ઘટના બની હતી. જેમાં માત્ર મણીનગરના બે કેસ ઉકેલાયા છે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં શી ટીમમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ તેમની ટીમ સાથે ફરજ પર હતા.

તેઓ સરકારી ગાડી લઈને વિસ્તારમાં હતા ત્યારે શાહીબાગ વિસ્તારમાં આવેલા પ્રીતમપુરા મ્યુનિ. સ્કૂલની પાસે આંખની હોસ્પિટલ પાસેની દીવાલ પાસે જાહેર શૌચાલય પાસે લોકો ટોળે વળેલા હતા.

જેથી શી ટીમના સભ્યોએ ત્યાં જઈને તપાસ હાથ ધરી હતી. ત્યાં કચરાપેટી પાસે જઈને જાેયું તો એક નાની બાળકી રડતી હતી. આ બાળકી ક્રિમ કલરના દુપટ્ટામાં વિટળાયેલી હતી. દુપટ્ટો ખોલીને જાેતા જ બાળકી તાજી જન્મેલી હોવાનું જણાયું હતું. બાળકીની નાભિ ઉપરની નાળને નાડાછડી બાંધેલી હતી. બાદમાં ત્યાં હાજર લોકોને પૂછતાં કોઈને આ બાળકી વિશે ખ્યાલ ન હતો. જેથી ત્યાં હાજર બે મહિલાઓને લઈને શી ટીમ આ બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

બાદમાં પોલીસે આ અંગે ગુનો નોંધી બાળકીને તરછોડી દેનારની શોધખોળ હાથ ધરી છે. બીજા કિસ્સામાં એલિસબ્રિજના કોચરબ આશ્રમ પાસે ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીમાંથી સફેદ કલરની કોથળીમાંથી મૃત હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી. ડ્રાઇવરે તેના અધિકારીને જાણ કર્યા બાદ પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.