Western Times News

Gujarati News

બે પરિવારો વચ્ચે વોટ્‌સએપ સ્ટેટસને લઈને લડાઈ, એકનું મોત

મુંબઇ, મહારાષ્ટ્રના પાલઘરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટ કે સ્ટેટસ કોઈનો જીવ લઈ શકે છે, તે આ કેસમાં સાબિત થયું છે. વોટ્‌સએપ સ્ટેટસના કારણે ૪૮ વર્ષની મહિલાએ જીવ ગુમાવ્યો હતો. અહેવાલો અનુસાર, મહિલાની પુત્રીને નજીવી તકરારમાં મિત્રના પરિવારના સભ્યો દ્વારા કથિત રીતે માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેણીનું મૃત્યુ થયું હતું.

બોઈસર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સુરેશ કદમે જણાવ્યું હતું કે મહિલાની ૨૦ વર્ષની પુત્રીએ તેના વોટ્‌સએપ સ્ટેટસ પર એક મેસેજ શેર કર્યો હતો, જે તેના મિત્રએ તેના માટે લખ્યો હોવાનું વિચાર્યું હતું અને તે એટલી ગુસ્સે થઈ હતી કે તેણે બદલો લેવાનું નક્કી કર્યું.

પોલીસ અધિકારી સુરેશ કદમે માહિતી આપી ન હતી કે તે પોસ્ટમાં એવું શું હતું કે મામલો મૃત્યુ સુધી પહોંચ્યો. કદમે કહ્યું કે ૧૦ ફેબ્રુઆરીએ બીજી છોકરીની માતા અને ભાઈ-બહેનો શિવાજી નગરમાં લીલાવતી દેવી પ્રસાદના ઘરે ગયા અને કથિત રીતે તેણી અને તેના પરિવારના અન્ય સભ્યોને માર માર્યો.

લીલાવતી દેવી પ્રસાદને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન બીજા દિવસે તેનું મૃત્યુ થયું હતું. પ્રસાદની પુત્રીએ રવિવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેની વોટ્‌સએપ પોસ્ટ તેના મિત્ર માટે નથી.

ફરિયાદના આધારે, પોલીસે મિત્રની માતા અને પરિવારના વધુ બે સભ્યોની ધરપકડ કરી અને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૪ હેઠળ ગુનો નોંધ્યો, અધિકારીએ જણાવ્યું. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓને સ્થાનિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ૧૫ ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.