બે પુત્રીઓના કન્યાદાન પહેલા જ અકસ્માતમાં PSI પિતાનું થયું મોત
અજમેરઃ રાજસ્થાનના અજમેર જિલ્લામાં એક પરિવાર પોતાની બે પુત્રીઓની એક જ દિવસે થનારા લગ્નની તૈયારીઓમાં લાગ્યો હતો. આ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા હતા. જ્યાં એસઆઈ પિતાનું અકસ્માતમાં મોત થયું હતું.
પિતાનો ચહેરો જોઈને બંને પુત્રીઓ વલોપાત કરતી હતી. અજમેરના ક્રિશ્ચયન ગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઉગરા રામનાનું સવારે મોત થયું હતું. તેઓ પોતાના બાઈક જઈ રહ્યા હતા
ત્યારે એક ટેમ્પો સાથે તેમનો અકસ્માત થયો હતો. જેના પગલે તેઓ ઘાયલ થયા હતા. અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં 12 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.
ઉગરા રામની બે પુત્રીઓના લગ્ન 16 ફેબ્રુઆરી થવાના હતા. આવી સ્થિતિમાં પિતાનું અકસ્માતમાં મોત નિપજતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.
જે આંગણામાં પિતા બંને પુત્રીઓનું કન્યાદાન કરવાના હતા. આજે સ્થિતિ એ છે કે એજ આંગણામાંથી પિતાની અર્થી ઊઠી હતી.