Western Times News

Gujarati News

બે પ્રેરક પુસ્તકો: ‘દીવાદાંડી’ અને ‘મારી જીવન યાત્રા..’

જીવનલક્ષી લેખાંકોનું મનહર ઉમદા વાંચન “દીવાદાંડી”

માનવીનું માપ તેમના ઉમદા વિચારો પરથી પ્રગટે છે પૂ. આચાર્યશ્રી હંસ કીર્તિસૂરીશ્વરજી મ.સા. આ ઉદ્‌ગાર સાથે મંગળભાઈ જે. શાહ ‘મંગલમ્‌’ દ્વારા લિખિત પુસ્તક ‘દીવાદાંડી’ને વધાવતા કહે છે ઃ ‘મંગળભાઈના ઉમદા વિચારને સાંકળી લેતું આ પુસ્તક આગવું છે. આ પુસ્તકમાં ૩૬ પ્રકરણનો સમાવેશ થયો છે. તે તમામ લેખાંકો પ્રેરક અને ઉમદા છે. આ પુસ્તક યુગ પ્રધાન આચાર્યસમ પંન્યાસ પ્રવર શ્રી ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં અર્પણ કરાયું છે.

પુસ્તકનું નામ ઃ દીવાદાંડી, લેખક ઃ મંગળભાઈ જે. શાહ, પાના ઃ ૯ર, પ્રકાશક ઃ મંગળભાઈ શાહ, મૂલ્ય ઃ અમૂલ્ય / સદ્‌વાંચન. પ્રાપ્તિ સ્થાન:  નીપા એસ. શાહ ૯, જય અંબે સોસાયટી, વેજલપુર રોડ, જીવરાજ પાર્ક, અમદાવાદ-પ૧ મો.૯૪૨૯૨૨૦૮૦૯

એક શિક્ષકની જીવનકથા એટલે મારી જીવન યાત્રા
પ.પૂ. આચાર્ય હંસ કીર્તનસૂરીશ્વરજી મ. સાહેબ, તથા પૂ. આચાર્ય ભવ્ય કીર્તિસૂરીશ્વરજી મ. સાહેબના માંગલ્યપૂર્ણ આશીર્વાદ સાથે આ પુસ્તક પ્રગટ થયું છે. જેનુ નામ છે ‘મારી જીવન યાત્રા’ લેખક છે મંગળભાઈ જે. શાહ ‘મંગલમ’ પુસ્તકમાં ૧પ લેખાંકો સમાવ્યા છે. સમગ્ર રીતે પુસ્તકમાં શિક્ષણ સાથેના વિચારોનું પ્રાગટય છે. એક શિક્ષકે તેમના શૈક્ષણિક વિચારો અને અનુભવોનું દર્શન અને કરાવ્યું છે.

પુસ્તક ઃ મારી જીવન યાત્રા, લેખક ઃ મંગળભાઈ જે. શાહ, કિંમત – અમૂલ્ય / સદ્‌ વાંચન, પ્રાપ્તિ ઃ ૯, જય અંબે સોસાયટી, પારુલ ફલેટની બાજુમાં જીવરાજ પાર્ક, અમદાવાદ-૩૮૦૦પ૧


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.