Western Times News

Gujarati News

બે બાળકોના પિતાએ પ્રેમિકા સાથે ખેતરમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ હત્યા કરી

Files Photo

અમદાવાદ: અમદાવાદમાં પ્રેમીએ સગીર પ્રેમિકા સાથે શારીરિક સબંધ બાંધ્યા બાદ પોતાના જ હાથે ઝેરી દવા પીવડાવી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. હાલ આ આરોપી રખિયાલ પોલીસની કસ્ટડીમાં રહેલો છે. જે મૂળ દસ્ક્રોઇના હુકા ગામનો વતની છે. પોલીસે તેની ધરપકડ અપહરણ, દુષ્કર્મ, હત્યા, પુરાવાનો નાશ કરવો જેવા અલગ-અલગ ગંભીર ગુનામાં કરી છે. જાેકે આરોપી વિરુદ્ધ વધુ પુરાવા મળ્યા બાદ પોલીસ અન્ય કલમોનો પણ ઉમેરો કરશે. આરોપીએ કાવતરું રચી પોતાની સગીર પ્રેમિકાનું અપહરણ કરી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
આપને જણાવી દઈએ કે, ખેતરમાં યુવકે સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

ત્યાર બાદ સગીરાએ લગ્ન કરવાની વાત કરતા આરોપી યુવતીની હત્યા કરીને તેની લાશ ઓઢવ રિંગરોડ પર નાખીને ફરાર થઇ ગયો હતો. રખિયાલ પોલીસના અનુસાર આરોપી અને મૃતક વચ્ચે પ્રેમ સંબંધ હતો. આરોપી સગીરાનું અપહરણ કરીને ફરાર થઇ ગયો હતો. અપહરણનો ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી અને પુછપરછ કરતા પ્રેમિકાની હત્યા કરી લાશ રિંગ રોડ પર ફેંકી દીધી હતી.

આરોપીએ આચરેલા ગુના પાછળની હકીકત પર નજર કરીએ તો આરોપી અને તેની પ્રેમિકા છેલ્લા ઘણા સમયથી એકબીજાથી પરિચયમાં હતા. જાેકે સગીરાની સગાઇ નક્કી થઈ હોવાથી બન્નેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું, પરંતુ આરોપી પરણિત અને બે બાળકોનો પિતા હોવાથી સગીરા સાથે લગ્ન કરી શકે અથવા તેની સાથે રહી શકે તે શક્ય ન હોવાથી તેની હત્યા કરી હતી. જે હત્યા માટે પહેલેથી જ જંતુનાશક દવા ખરીદી પોતાની સાથે લઈ ગયો હતો

તારીખ ૨૩ જૂનના રોજ સગીરાનું અપહરણ કરી સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધો બાંધી બાદમાં ઝેરી દવા પીવડાવી હત્યા કરી લાશને ઓઢવ રિંગ રોડ પર ઝાડીઓમાં ફેંકી ઘરે જતો રહ્યો હતો.
રખિયાલ વિસ્તારમાં ૧૫ વર્ષની સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. આ પરિવાર પહેલા દસક્રોઇ તાલુકાના હુકા ગામે રહેતો હતો. ગામમાં રહેતા દિલીપ ઉર્ફે બોબો ઠાકોરને સગીરા સાથે પ્રેમ સંબંધ હતો. સગીરાના લગ્ન નક્કી થતા ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. દિલીપ રખિયાલ આવી સગીરાને તેની બાઇક પર લઇ ગયો હતો.

બીજી તરફ દીકરી ગુમ થતા માતા-પિતા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. રખિયાલ પીઆઇ જે.વી રાઠોડે તાત્કાલિક છોકરી અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં હુકા ગામના દિલીપ ઠાકોર સાથે પ્રેમસંબંધ હોવાનું બહાર આવતાં તેની ગામમાંથી જ ધરપકડ કરી લીધી હતી.

આરોપીની પૂછપરછ કરતા દિલીપે લગ્ન કરેલા હતા અને અને તેને બે બાળકો હોવાથી તે આ સગીરાને અપનાવી શકે તેમ ન હતો, જેથી તેણીની હત્યા કરી નાખી હતી. આરોપીએ પોલીસ સમક્ષ તમામ હકીકતની કબૂલાત કરી હતી. રખિયાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.