Western Times News

Gujarati News

બે બાળકોની નીતિ લાવવાનો કેન્દ્રનો કોઈ ઈરાદો નથી

વસતી નિયંત્રણ કાયદા પરના સવાલમાં સરકારનો સ્પષ્ટ જવાબ-વસ્તી અને વિકાસને લઈને એક આંતરાષ્ટ્રીય સમજૂતી કરાઈ છે જે ભારતને પરિવાર નિયોજનમાં જબરજસ્તીથી રોકે છે

નવી દિલ્હી, વસ્તી નિયંત્રણ માટે રાષ્ટ્રીય સ્તર પર ‘બે બાળકોની નીતિ’ લાવવાની કોઈ યોજના નથી. શુક્રવારે લોકસભામાં કેન્દ્ર સરકારે એક સવાલના જવાબમાં આ વાત કરી. નરેન્દ્ર મોદી સરકારે આવી કોઈ નીતિ નહીં લાવવા પાછળ ચાર કારણો જણાવ્યા છે. લોકસભા સાંસદ ઉદય પ્રતાપ સિંહે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ અંગે સવાલ કર્યો હતો.

જવાબમાં રાજ્ય મંત્રી ડો. ભારતી પવારે કહ્યું કે, સરકારનો એવો કોઈ વિચાર નથી. મંત્રીએ પોતાના જવાબમાં ચાર કારણો જણાવ્યા છે. રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેને ટાંકતા સરકારે કહ્યું કે, હવે ઈચ્છિત પ્રજનન દર ઘટીને ૧.૮ થઈ ગઈ છે. બીજું કારણ વસ્તી અને વિકાસને લઈને એક આંતરાષ્ટ્રીય સમજૂતી જણાવાયું છે, જે ભારતને પરિવાર નિયોજનમાં જબરજસ્તીથી રોકે છે.

ત્રીજું કારણ દુનિયાભરમાંથી મળેલો અનુભવ છે. સરકારનું કહેવું છે કે, જબરજસ્તી કરવાથી ડેમોગ્રાફિક વિસંગતીઓ થઈ જાય છે, જેમકે લિંગના આધાર પર ગર્ભપાત, છોકરીઓનો ત્યાગ અને તેમની ભ્રૂણ હત્યા. ચોથું કારણના રૂપમાં કેટલાક રાજ્યોનું ઉદાહરણ અપાયું છે.

કેરળ, તમિળનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોએ કોઈ કડક જાેગવાઈઓ લાગુ કર્યા વિના પ્રજનન દર ઓછો કર્યો છે. ઉદય પ્રતાપ સિંહે સરકારને પૂછ્યું હતું કે, શું તે વધતી વસ્તીને રોકવા માટે કોઈ નીતિ ઘડવાનું વિચારી રહી છે? તેમણે પોતાના સવાલના જવાબમાં એવી નીતિની વાત કરી, જે બધા નાગરિકો પર સમાન રીતે લાગુ થાય.

તે ઉપરાંત બે બાળકોની નીતિ સાથે સંલગ્ન કોઈ પ્રસ્તાવ છે કે, નહીં, એ પણ સવાલ હતો. જાે આવી કોઈ નીતિ લાવવાનો વિચાર નથી તો તેના કારણો શું છે?, સાંસદ એ પણ જાણવા ઈચ્છતા હતા. સરકારે પોતાના જવાબમાં ‘રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ’નો ઉલ્લેખ કર્યો. કહ્યું કે, એ દ્વારા જ બધા નાગરિકોને ધર્મ કે સંપ્રદાયથી ઉપર, મુક્ત ભાવથી ર્નિણય કરવાનો અધિકાર છે.

કેન્દ્રએ ‘મિશન પરિવાર વિકાસ’નું ઉદાહરણ પણ આપ્યું, જેના દ્વારા સૌથી વધુ પ્રજનન દરવાળા ૧૪૬ જિલ્લામાં કોન્ટ્રાસેપ્ટિવ્સ અને પરિવાર નિયોજનની સેવાઓ પૂરી પાડવામાં આવી છે. કોન્ટ્રાસેપ્ટિવ્સને લઈને કેટલીક યોજનાઓનું વિવરણ આપતા કેન્દ્રએ કહ્યું કે, આશા વર્કર્સ તેમની હોમ ડિલિવરી કરે છે. જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના લો કમિશને આ અંગે બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. પ્રસ્તાવિત કાયદામાં બે બાળકોને જન્મ આપનારાને પ્રોત્સાહિત કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.