બે બાળકોને જન્મ આપ્યા બાદ પુતિનની ગર્લફ્રેન્ડ લાપતા થઈ
મોસ્કો: રશિયાની ભૂતપૂર્વ જિમ્નેસ્ટ અને દેશના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાતી એલિના કબાયેવા બે બાળકોને જન્મ આપ્યા બાદથી ગાયબ થઇ હતી. તે છેલ્લે વર્ષ ૨૦૧૮ માં જોવા મળી હતી. એલિના તે સમયે બે મહિનાની ગર્ભવતી હોવાનું કહેવાય છે. તેણે ગયા વર્ષે એપ્રિલમાં મોસ્કોની એક હોસ્પિટલમાં બે બાળકોને જન્મ આપ્યો હતો. માનવામાં આવે છે કે આ બાળકો પુટિનના જ છે. બાળકોને જન્મ આપ્યા બાદથી એલિના વિશે કોઈ માહિતી નથી. આ સાથે, તેના અંગેનું રહસ્ય વધુ ગહેરાતું જ જાય છે.
અલીના એક પ્રખ્યાત અને સફળ જિમ્નેસ્ટ રહી છે અને તેણે બે વાર ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ, ૧૪ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ૨૫ યુરોપિયન ચેમ્પિયનશીપ જીતી છે. તે રમતથી નિવૃત્તિ લીધા પછી રાજનીતિમાં સામેલ થઈ હતી અને પુટિનની યુનાઇટેડ રશિયા પાર્ટીમાંથી સાંસદ બની હતી. ધ સન તરફથી મળેલા અહેવાલો અનુસાર, અલીનાએ એક મેગેઝિનમાં અર્ધ નગ્ન ફોટો પડાવ્યો હતો અને એક ફિલ્મમાં કામ કર્યું હતું. તેણે ગાયનમાં કારકિર્દી બનાવવાનો પ્રયાસ પણ કર્યો.
તેણે તાજેતરમાં રાષ્ટ્રીય મીડિયા જૂથના બોસ તરીકે કામ કર્યું હતું, જેની પાસે રશિયામાં નેટફ્લિક્સ બતાવવાનો એક માત્ર અધિકાર છે. રશિયન રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન અને એલિના વચ્ચે રોમાંસની અફવા પ્રથમ ૨૦૦૮ માં પ્રસરી હતી. ૨૦૦૪ ની શરૂઆતમાં, એલિનાનું નામ રશિયન નેતા ડેવિડ મુસેલિઆની સાથે સંકળાયેલું હતું. જો કે, બંને એક વર્ષ પછી છૂટા પડી ગયા. રશિયન અખબાર મોસ્કોવ્સ્કી કોર્પોસપોન્ડન્ટે પહેલા ખુલાસો કર્યો હતો કે પુટિન અને એલેઇના વચ્ચે પ્રેમ સંબંધ હતો પરંતુ બાદમાં આ સમાચારને નકારી કાઢવામાં આવ્યા હતા અને અખબાર બંધ કરી દેવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૫ માં અફવાઓ ઉડી હતી કે અલીનાએ એક બાળક છોકરાને જન્મ આપ્યો હતો, જેના પિતા પુતિન છે. આ સમાચારને પણ નકારી કાઢવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૧૯ માં, એક સમાચાર આવ્યા હતા કે અલિનાએ મોસ્કોની એક હોસ્પિટલમાં બે બાળકોને જન્મ આપ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આ બાળકોનો જન્મ થયો ત્યારે આખા હોસ્પિટલનો વીઆઈપી ફ્લોર ખાલી કરાવ્યો હતો જેથી એલિના તેમાં સરળતાથી રહી શકે. બાદમાં મોસ્કોવ્સ્કી કોર્પોસન્ટેંડેન્ટ અખબાર, જેણે આ સમાચાર આપ્યા હતા, આખા સમાચારોને ડિલિટ કરી નાખ્યા અને ઇન્ટરનેટ પરથી ઉડાવી દીધા. આ પહેલા પુટિને વર્ષ ૧૯૮૩ માં લ્યુ ડમિલા શાક્રીબેનેવા સાથે લગ્ન કર્યા હતા. પુટિનને લિડમિલાની બે પુત્રી છે. એકનું નામ મારિયા પુટિના અને બીજાનું નામ યેકાટેરીના પુટિના છે.
રશિયન પ્રમુખ પુતિન અને લુન્ડમિલા વચ્ચે છૂટાછેડાની અફવાની પુષ્ટિ વર્ષ ૨૦૧૩ માં થઈ હતી. ધ સનના સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે પુટિન ખૂબ પ્રાઈવેટ રહેનારી વ્યક્તિ છે. તે વર્ષોથી પોતાની બે પુત્રીને નકલી આઈડી દ્વારા છુપાવતા રહ્યા છે. હજુ પણ જ્યારે તે તેની દીકરીઓની ચર્ચા કરે છે, ત્યારે તેઓ તેનું નામ લેતા નથી. તેણે કહ્યું, જો અલીનાએ બાળકોને જન્મ આપ્યો છે, તો તેનું ગુમ થવું આનો સૌથી મજબૂત ઈશારો છે. પુટિન તેના પરિવારની સલામતીને લઇને સંવેદનાની હદ સુધી સજાગ છે.