બે બાળકો સાથે મળીને પત્નીએ પતિને હત્યા કરી
અમદાવાદ:અમદાવાદમાં મિલકત પડાવવા માટે સંબંધોની હત્યા કરવામા આવી છે. બે બાળકો સાથે મળીને પત્નીએ તેના પતિની જ હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મકાન પત્નીના નામે કરવાની ના પાડતાં બે બાળકો સાથે મળીને પત્નીએ મૂઢ માર મારી તેના પતિની હત્યા નિપજાવી છે. મહિલા આરોપી માતા રંજન બેન અને પુત્રી હીનલ છે. જેમણે પોતાના જ પરિવારના મોભીની હત્યા કરી નાખી છે.
મિલકતના કારણે પરિવારજનો એ જ પિતાની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો આજથી ૩ મહિના પહેલા આંબાવાડી વિસ્તારમાં રહેતા વિનુભાઈ પરમારની પત્નીએ મકાન પોતાના નામે કરવાનું કહ્યું હતું. જોકે વિનુભાઈએ મકાન તેના નામે કરવાની પાડી હતા. જેથી પત્નીએ પુત્રી અને સગીર દીકરાને સાથે રાખી તેના પતિને બેઝ બોલ અને ધોકાથી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
ગંભીર ઇજા પછી વિનુભાઈનું મોત થયું હતું. આજે મામલે પીએમ રિપોર્ટ આવતા મૃતકના ભાઈએ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ૩ મહિનાની મેરેથોન તપાસ અને પીએમ રિપોર્ટમાં સામે આવ્યું કે વિનુભાઈ પરમારનું મોત શરીર પર થયેલી ઈજાઓના કારણે થયું છે. પોલીસે પેનલ ડોક્ટરનો રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટમાં મોતનુ કારણ સ્પષ્ટ કર્યા બાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પછી મૃતકની પત્ની, પુત્રી તેમજ સગીર પુત્રની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે આવેશમાં આવીને કરેલી મોભીના હત્યા બાદ. માતા, પુત્રી જેલમા ગયા અને સગીર દીકરો બાળગૃહમાં ગયો છે. જેથી એક હસતો રમતો પરિવાર વિખેરાઈ ગયો છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.