બે મહિનામાં પ્રવાસી મજૂરોને સરકાર ૧૩% અનાજનુ વિતરણ કરી શકી

નવી દિલ્હી, લોકડાઉનમા પ્રવાસી મજૂરો માટે ફક્ત રોજગારી જ મોટુ સંકટ નહોતુ પરંતુ પોતાના ઘરે પરત ફરવુ તેમજ પરિવારના લોકો માટે અનાજ પુરૂ પાડવુ પણ મોટુ સંકટ છે. એવામા કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ ૮ કરોડ પ્રવાસી મજૂરો અને જરૂરીયાતવાળા પરિવારને રાહત આપવાની જાહેરત કરી છે. બધા જ પ્રવાસી મજૂરોએ મે-જૂન મહિનામા ફ્રી મા અનાજ આપવાની વાત કહી હતી. કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ, બધા પ્રવાસીઓ માટે ૫ કિલો પ્રતિ વ્યક્તિ ચોખા/ ઘઉં અને ૧ કિલો ચણા ફ્રીમા આપવામા આવશે. જેના માટે કેન્દ્રએ બધા રાજ્યોને ૮ લાખ મેટ્રીક ટન અનાજ ઉપલબ્ધ કરાવ્યુ છે.
જો કે ઉપભોક્તા બાબતે, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયે પોતાના રેકોર્ડમા જણાવ્યુ કે, રાજ્ય સરકાર તરફથી છેલ્લા બે મહિનામા પ્રવાસી મજૂરોમા મળનાર અનાજના ૧૩% અનાજની સાચવણી કરી છે. રાશન કાર્ડ વગરના ૮ કરોડ પ્રવાસી મજૂરોને મે અને જૂન મહિનામા ૫-૫ કિલો અનાજ આપવાનુ કહેવામા આવ્યુ છે પરંતુ અત્યાર સુધીમા ૨.૧૩ કરોડ મજૂરોને જ આ યોજનાનો લાભ મળ્યો છે. મે મહિનામા ૧.૨૧ કરોડ લોકો અને જૂન મહિનામા ૯૨.૪૪ કરોડ લોકો અને જૂન મહિનામા ૯૨.૪૪ લાખ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત અનુસાર, બધા પ્રવાસી મજૂરોને ૫ કિલો ચોખા કે ઘઉં અને ૧ કિલો ચણા બે મહિના સુધી મળશે. કેન્દ્ર સરકાર તરફથી ૩૫૦૦ કરોડ રૂપિયાનુ પેકેજ જાહેર કર્યુ હતુ.
મંત્રાલયે જાહેર કરેલ રિપોર્ટ અનુસાર, બધા ૩૬ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અત્યાર સુધીમા ૬.૩૮ લાખ મેટ્રિક ટન અનાજ લીધુ છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા ૮ લાખ મેટ્રિક ટન એટલે કે ૮૦% અનાજ અનામત છે. જો કે લોકોને ૧.૦૭ લાખ મેટ્રિક ટન અનાજ જ વિતરણ કર્યુ છે. જે કેન્દ્ર સરકાર દ્વારા અનામત અનાજના ૧૩% છે. કેટલાક રાજ્યોએ બે મહિના સુધી પોતાના ભાગ મુજબનુ અનાજ લીધુ છે પરંતુ હજુ સુધી વિતરણ કર્યુ નથી. જેમા ઉત્તરપ્રદેશએ કેન્દ્ર સરકાર પાસેથી ૧,૪૨,૦૩૩ મેટ્રિક ટન ક્વોટા માટે રાખ્યુ છે. જેમા પ્રદેશમા ૧,૪૦,૬૩૭ મેટ્રિક ટન અનાજ લીધુ છે પરંતુ મે મહિનામા ૪.૩૯ લાખ જરૂરિયાતવાળા લોકો માટે અને જૂન મહિનામા ૨.૨૫ લાખ લોકો સુધી માત્ર ૩,૩૨૪ મેટ્રિક ટન અનાજ પહોંચાડ્યુ છે. જોકે હજુ સુધી માત્ર ૨.૦૩ % અનાજ વિતરણ થયુ છે.