Western Times News

Gujarati News

બે મહિનામા તમામ મુદ્દાઓ ઉપર નિરાકરણની બાહેંધરી આપતી ભરૂચ પાલિકા

ભરૂચ: ભરૂચ ના પાંચબત્તી વિસ્તાર માં શહેર ની પડતર માંગણીઓ ને લઈ ભરૂચ ના એક નિવૃત્ત અધિકારી ભરૂચ નગર પાલિકા સામે પાંચ દિવસ થી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા.જે બાદ ભરૂચ નગર પાલિકાએ બે મહિના માં તમામ સમસ્યા નું નિરાકરણ કરી આપવાની લેખિત માં બાહેંધરી આપતા આંદોલન સમેટાયુ હતુ.

ભરૂચ માં હાલ જે પ્રમાણે ડેન્ગ્યુ નો વાવર ચાલી રહ્યો છે,શહેર ના માર્ગો બિસ્મારના કારણે વાહનચાલકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે તો બીજી સ્લમ વિસ્તારો માં ગંદકી ના સામ્રાજ્ય થી મચ્છરોનો ઉપદ્રવ ના કારણે અનેક લોકો રોગ માં સપડાયા છે.નગર પાલિકા ની ડોર ટુ ડોર કચરો ઉધારવાતી ગાડીઓ ન આવતી હોવાના આક્ષેપ સહિત ની વિવિધ સમસ્યાઓ સાથે ભરૂચ ના એક નિવૃત્ત અધિકારી બિપીનચંદ્ર જગદીશવાલા એ જનતાના હિત માં ૨૦મી નવેમ્બર ના રોજ થી આંદોલન નું રણશિંગુ ફુક્યું હતું.

જેમાં છેલ્લા પાંચ દિવસ થી ભરૂચ ના પાંચબત્તી સર્કલ સ્થિત વિવિધ માંગણીઓ ને લઈ ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ ઉપર બેસી ને આંદોલન ના શ્રી ગણેશ કરતાં આંદોલન ઉપર ઉતરેલા બિપીનચંદ્ર જગદીશવાલા ના સમર્થન માં ભરૂચ ના શહેરીજનો તથા વિપક્ષ પણ જોડાતા ની સાથે જ ભરૂચ નગર પાલિકા ના સત્તાધીશોમાં દોડદામ મચી જવા પામી હતી અને આંદોલન કઈ રીતે સમેટાય તે માટે મથામણ શરૂ કરાઈ હતી.

જે બાદ આંદોલન ના સમર્થન માં તેઓ ની પત્ની પણ જોડાઈ જતા આખરે ભરૂચ નગર પાલિકા મૂંઝવણ માં મુકાઈ ગઈ હતી અને આંદોલન કારી બિપીનચંદ્ર જગદીશવાલા ને તેઓ ની સમસ્યા બે માસ માં હલ કરવાની લેખિત બાહેંધરી ભરૂચ નગર પાલિકા એ તારીખ ૨૨-૧૧-૨૦૧૯ ના રોજ સવારે આપતા આંદોલનકારી ને ભરૂચ નગર પાલિકા ના કારોબારી ચેરમેન નરેશ સુથારવાલા,સીટી એન્જીન્યર સલીમ દરોગા એ બિપીનચંદ્ર જગદીશવાલા ને જળ ના પારણા કરાવી ઉપવાસ આંદોલન સમેટાવ્યું હતું.

જો કે આંદોલન સમેટનાર બિપીનચંદ્ર જગદીશવાલા એ મીડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે સમસ્યા નું બે મહિના બાદ પણ નિરાકરણ નહિ થાય તો પુનઃ એક માસ ની નોટિસ આપી ત્યાર બાદ આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા લેખિત બાંહેધરી આપ્યા બાદ પણ પાલિકા તંત્ર યોગ્ય નિરાકરણ નહીં લાવી શકે તો ઉગ્ર આંદોલન થઈ શકે છે ત્યારે પાલિકા તંત્ર યોગ્ય નિરાકરણ કરે તે આવશ્યક છે.

તો બીજી તરફ આંદોલનકારી બિપીનચન્દ્ર જગદીશવાલા આવનાર પાલિકા ની ચૂંટણી માં ટીકીટ લઈ ચૂંટણીમાં ઝંપલાવશે તેવી લોક ચર્ચા એ પણ જોર પકડ્યું છે ત્યારે આ વાત માં કેટલું તથ્ય છે તે તો આવનાર પાલિકાની ચૂંટણી દરમ્યાન જ ખબર પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.