બે મહિના ગુજરાત ચેમ્બરની ચૂંટણી મોકૂફ રાખવા રજૂઆત

અમદાવાદ: ચેમ્બરની ચૂંટણીનો માહોલ બરોબર જામ્યો હતો ત્યારે જ ચૂંટણી અધિકારીએ કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણી પ્રક્રિયા મોકુફ રાખવા માટેનો આદેશ કર્યો હતો. જોકે હવે એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં ચૂંટણીની નવી તારીખ જાહેર થશે.
ત્યારે જ વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર ભાવેશ લાખાણીએ આગામી બે મહિના સુધી ચૂંટણી મોકુફ રાખવા માટે પ્રમુખ સમક્ષ રજૂઆત કરી છે. કોરોનાની મહામારી ને લઈને બહાર ના મતદારો અમદાવાદ મતદાન કરવા આવવાનું ટાળી શકે છે
સાથે સાથે અન્ય સભ્યો કે સ્ટાફ પણ ચૂંટણી પ્રક્રિયાને લઇને સંક્રમિત થઈ શકે છે માટે બે મહિના બાપ ચૂંટણી યોજવા લેખિતમાં રજૂઆત કરી છે. સામાન્ય રીતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી ચૂંટણી હાલ પૂરતી મોકૂફ તથા ઘણા ઉમેદવારો નારાજ થયા છે. ત્યારે જ વાઇસ પ્રેસિડેન્ટ પદની ઉમેદવારી કરી રહેલા ભાવેશ લાખાણીએ બે મહિના માટે ચૂંટણી મોકૂફ રાખવા રજૂઆત કરી છે.
લાખાણી એ તેના કારણો આપતાં જણાવ્યું હતું કે જે રીતે અમદાવાદ શહેરમાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે તે જોખમી બાબત છે. આ પરિસ્થિતિને કારણે જ ચૂંટણી અધિકારીએ ચૂંટણી નહીં યોજવા આદેશ કર્યો છે. સાથે સાથે અનિવાર્ય સંજોગો હોય તો ચૂંટણી સ્થગિત કરવા માટે ચેમ્બરના બંધારણમાં જોગવાઈ પણ છે માટે પ્રમુખ આ જોગવાઇનો ઉપયોગ કરી બે મહિના સુધી ચૂંટણી મોકૂફ રાખી શકે છે.
લાખાણી ચેમ્બરના પ્રમુખ ને આ જોગવાઇનો ઉપયોગ કરી ચૂંટણી બે મહિના સુધી મોકુફ રાખવા માટે રજૂઆત કરી છે. જોકે ચેમ્બરના હોદ્દેદારોએ પણ જણાવ્યું હતું કે એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં ચૂંટણી ની તારીખ જાહેર કરવામાં આવશે અને જો આ તારીખ નક્કી ના થાય તો જે દિવસે મીટીંગ મળે તેનાથી બે મહિનાના સમયમાં ચૂંટણી કરી દેવાની જોગવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ચૂંટણી મોકૂફ રહેતા ચેમ્બરના સિનિયર સભ્ય ઉમેદવારોને સમજાવવા-મનાવવા માટે ફરીથી મેદાનમાં ઉતરી ગયા છે.