Western Times News

Gujarati News

બે મહિના બાદ હિલસ્ટેશન સાપુતારા ખુલ્લુ કરાયું

ફાઈલ

ગુજરાતના છેવાડે આવેલ સાપુતારા હિલસ્ટેશનમાં પણ કોરોનાના કેસનો કહેર વધી જતા માર્ચમાં બંધ કરાયું હતું

સાપુતારા,  ગુજરાતનું સૌથી ફેમસ હિલ સ્ટેશન બે મહિનાના ગાળા બાદ સહેલાણીઓ માટે ખુલ્લુ મૂકાયું છે. કોરોનાનો કહેર વધતા સાપુતારા હિલસ્ટેશન બે મહિના સુધી બંધ રહ્યું હતું. ત્યારે કોરોના મહામારી વચ્ચે બીજી લહેરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા ગિરિમથક સાપુતારાને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે.

માર્ચ મહિનામાં એકાએક કોરોના પિક પર પહોંચી ગયો હતો. ગુજરાતના છેવાડે આવેલ સાપુતારા હિલસ્ટેશનમાં પણ કોરોનાના કેસનો કહેર વધતા માર્ચ મહિનામાં બંધ કરાયું હતું. સાપુતારા ખાતે લારી ગલ્લા, ઢાબાઓ, શોપિંગ સેન્ટરો દ્વારા સ્વયંભૂ લોકડાઉન કરાયું હતું. જિલ્લામાં સંક્રમણ ન વકરે તે માટે સ્થાનિક વેપારીઓએ આ ર્નિણય લીધો હતો.

આમ, માર્ચ મહિનાથી સાપુતારમાં બધુ જ બંધ હતું. સહેલાણીઓ માટે પણ સાપુતારા બંધ કરાયું હતું. પરંતુ કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સાપુતારામાં સહેલાણીઓ આવવા લાગ્યા છે.

શનિ રવિની રજાઓમાં સુરતી પ્રવાસીઓ સાપુતારા ખાતે ઉમટી પડતા લાંબા સમયથી પડી ભાંગેલ હોટેલ ઉદ્યોગ સહિત એડવેન્ચર એક્ટિવિટી અને હોટલ બિઝનેસમાં પણ તેજીનો ધમધમાટ શરૂ થયો છે. જેથી સ્થાનિક ધંધાર્થીઓએ હાશકારો અનુભવ્યો છે.

કોરોના મહામારી વચ્ચે સાપુતારા ખાતે લારી ગલ્લા, ધાબાઓ સહિત હોટલ ઉદ્યોગ ઠપ્પ થઈ જતા નાના મોટા વેપારીઓ સંકટમાં મૂકાયા હતા. હાલ કોરોનાની બીજી લહેરમાં કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે, જેના પગલે રાજ્ય સરકારે લોકડાઉનમાં આપેલ છૂટછાટથી શનિ રવિની રજાઓમાં સાપુતારા ખાતે સુરત સહિત અન્ય રાજ્યોના પ્રવાસીઓ ઉમટી પડતા સુમસામ થયેલા જાેવાલાયક સ્થળો પર પ્રવાસીઓ જાેવા મળ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.