બે મહીના બાદ ૪૭ હજારથી ઓછા નવા કેસ નોંધાયા
નવીદિલ્હી, કોરોના વાયરસ મહામારીના પ્રકોપમાં કમી જાેવા મળી રહી છે આજે સવારે જારી આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૫૦ હજારથી પણ ઓછા નવા કેસ સામે આવ્યા છે જુલાઇના અંતિમ અઠવાડીયા બાદથી આ પહેલીવાર છે જયારે આટલા ઓછા કેસ આવ્યા છે.આરોગ્ય મંત્રાલય અનુસાર ૪૬,૭૯૧ નવા મામલાની સાથે દેશમાં કુલ મામલાની સંખ્યા ૭૫,૯૭,૦૬૪ થઇ ગઇ છે. તેમાંથી ૭,૪૮,૫૩૮ એકિટવ કેસ છે જે કુલની સરખામણીમાં ૨૩,૫૧૭ ઓછી છે એકિટવ કેસમાં સતત ધટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૮૭ લોકોના મોત થયુ છે આ સતત બીજાે દિવસે છે જયારે મૃત્યુ પામનારાઓની સંખ્યા ૬૦૦થી ઓછી રહી છે.
આરોગ્ય મંત્રાલય અનુસાર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ૫ રાજયોમાં ગત અઠવાડીયામાં એકિટવ કેસ ઓછો થવાનો ટ્રેંડ રહ્યો એક વિજુએલાઇજેશન દ્વારા મહારાષ્ટ્રની એકિટવ કેસ કર્વ ગત એક મહીનામાં નીચે જતા જોવા મળ્યુ જયારે કર્ણાટક અને કેરલમાં સપ્ટેમ્બરના લાસ્ટ અને ઓકટોબરી શરૂઆતમાં કેસ વધ્યા. જાે કે હવે આ પાંચ રાજયોમાં એકિટવ કેસની સંખથ્યા ઓછી થઇ રહી છે.
દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી કુલ ૧,૧૫,૧૯૭ દર્દીના મોત થયા છે ગત ૨૪ કલાકમાં ૨૪ કલાકમાં ૬૯,૭૨૧ દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે હવે ઠીક થઇ ચુકેલા દર્દીઓની સંખ્યા ૬૭,૩૩,૩૨૯ થઇ ગઇ છે જે ટોલ કેસના ૮૮.૬ ટકા છે.
જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર મંગળવાર સવાર સુધી દુનિયામાં કોરોનાના કુલ ૪૦,૩૩૩૧૪૬ મામલા સામે આવી ચુકયા છે દુનિયામાં સૌથી વધુ ૮,૨૧૦,૮૪૯ મામલા અને ૨૨૦,૦૯૫ લોકોના મોતની સાથે અમેરિકા કોરોના પ્રભાવિત દેશોમાં ટોચ પર છે કેસોના મામલામાં ભારતનુ ંસ્થાન બીજુ છે જયારે મોતના મામલામાં બ્રાઝીલ બીજા સ્થાન પર છે ત્યાં ૧૫૪,૧૭૬ લોકો આ બીમારીથી જીવ ગુમાવી ચુકયા છે.HS