બે માથા, ૩ હાથ ધરાવતી જાેડિયા બાળકીનો જન્મ થયો
નવી દિલ્હી: ભુવનેશ્વરઃ ઓડિશા રાજ્યના કેન્દ્રપાડા જિલ્લામાં રવિવારે એક ખાનગી હૉસ્પિટલમાં એક મહિલાએ જુડવા બાળકીને જન્મ આપ્યો છે. જાેકે, જુડવા બહેનો ખાસ છે, તેને બે માથા છે પરંતુ શરીર એક જ છે. બાળકીના ચારને બદલે ત્રણ હાથ છે.
આ બાળકીઓનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો છે. મહિલા બીજી વખત માતા બની છે. બાળકીઓના માથાનો સંપૂર્ણ રીતે વિકાસ થયો છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે આ એક દુર્લભ સ્થિતિ છે. મહિલાની ડિલિવરી એક ખાનગી હૉસ્પિટલમાં ઑપરેશનથી કરાવવામાં આવી હતી. જે બાદમાં તેણીને કેન્દ્રપાડા જિલ્લા મુખ્ય હૉસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
કેન્દ્રપાડા જિલ્લા હૉસ્પિટલના શિશુ નિષ્ણાત ડૉક્ટર દેબાસીષ સાહૂએ જણાવ્યું કે, નવજાત બંને મોઢેથી દૂધ પી રહી છે. આ ઉપરાંત બાળકીઓ બંને નાકથી શ્વાસ પણ લઈ રહી છે. ડૉક્ટર સાહૂના જણાવ્યા પ્રમાણે બંને બાળકીઓ એકદમ તંદુરસ્ત છે.
જાેકે, ખાસ કાળજી રાખી શકાય તે માટે બંનેને સરદાર વલ્લભભાઈ પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પિડિયાટ્રિક (શિશુ ભવન), કટક ખાતે ખસડેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઉત્તર પ્રદેશના આગ્રામાં જય દેવી હૉસ્પિટલ ખાતે આવા જ જાેડિયા બાળકનો જન્મ થયો હતો. આ બાળકોને ચાર હાથ, ચાર પગ અને જાેડાયેલા બે માથા છે. આ બાળકો જાેડિયા હોવાની સાથે સાથે એકબીજા સાથે જાેડાયેલા પણ છે. બંને નવજાતનું શરીર પેટના ભાગેથી જાેડાયેલું છે. આ ઉપરાંત ચાર હાથ, ચાર પગ અને બે માથા અલગ અલગ છે.