બે માસથી પગાર ના મળતા વિરપુર એસટી બસ સ્ટેન્ડના સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા
વિરપુર: મહિસાગર જીલ્લાના વિરપુર એસટી બસ સ્ટેન્ડના સફાઈ કામદારોને પગાર નહીં મળતા હડતાળ પર ઉતરતા વિરપુર બસ સ્ટેન્ડ ગંદકીના ઠેર ઠેર ઢગ ખડકાતા લોકો ભારે હાલાકી ભોગવવી પડે છે
કોરોના માહામારી વચ્ચે સરકાર વખતો વખત જાહેરાતો કરી રહી છે કે સફાઇ કર્મીઓનુ સન્માનિત કરો સન્માનિત કરવાની વાતો તો દુર પણ આ સફાઈ કર્મચારીઓને છેલ્લા બે માસથી જીવન નિર્વાહ માટે પુરતા પ્રમાણમાં નાણાં ના મળતા આ પરીવારોની હાલત કફોડી બની છે
વિરપુર એસટી બસ સ્ટેન્ડના અંદાજીત ચાર જેટલા સફાઈ કામદારોને નિમણૂક કરવામાં આવી છે પણ છેલ્લા બે માસથી આ કામદારોનો પગાર અને એક વર્ષનુ પીએફ પણ ના મળતા સફાઈ કામદારોના પરીવારોનુ ભરણપોષણ અટકી જતાં આ પરીવારો રસ્તે રઝળતા થઈ ગયા છે
ઉપરાંત બસ સ્ટેન્ડમા કામદારો દ્વારા સફાઈ ન કરતા ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા થઈ ગયા હોવાના કારણે નાર્કાગાર જેવી પરીસ્થીતી ઉભી થઇ છે
જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગ ખડકાય ગયા છે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લઈને આ કામદારોના પગાર સત્વરે મળે તેવી યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી કામદારોની માંગ ઉઠી છે…