પત્નીએ બે યુવતીઓ સાથે ચેટિંગ કરતા પતિ સામે ફરિયાદ કરી
અમદાવાદ, શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિ એક સાથે બે યુવતીઓ સાથે ચેટિંગ કરતો હોવાનું પત્નીને જાણવા મળતા તેણે આ અંગે પૂછપરછ કરી હતી તો પતિએ અલગ ઊંઘી જવાનું શરુ કર્યું હતું.
આ બાબતે વધારે ઝઘડો થતા પતિએ તેની પત્નીને ઘરમાંથી કાઢી પણ મૂકી હતી. બીજી તરફ પતિએ પણ પત્ની સહિત અન્ય લોકો સામે મારામારી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પતિ-પત્નીએ કરેલી સામસામેની ફરિયાદમાં પોલીસે તપાસ શરુ કરી છે.
કૃષ્ણનગરના સૈજપુર બોઘામાં રહેતી ૩૦ વર્ષની ડિમ્પલ (નામ બદલ્યું છે)ના લગ્ન વર્ષ ૨૦૧૩માં થયા હતા. જાેકે, લગ્ન પછી તેને દહેજ ઓછું લાવી હોવાનું કહીને સતત સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાથી તેણે આ મામલે કંટાળીને પોલીસને અરજી આપી હતી. જાેકે, સમય જતા સમાધાન થઈ જતા તે ફરી સાસરે રહેવા માટે ગઈ હતી.
આ પછી તેણે દીકરીને જન્મ આપ્યો અને હાલ તેની ઉંમર ૭ વર્ષની છે. ઘરમાં બધું સારું ચાલતું હતું ત્યારે ડિમ્પલના હાથમાં પતિનો ફોન આવ્યો અને તેમાં તેણે જાેયું કે પતિ એક નહીં બે-બે યુવતીઓ સાથે ચેટિંગ કરતો હતો.
પતિ પારુલ અને નીલમ નામની બન્ને યુવતીઓ સાથે પ્રેમ સંબંધ હોય તે રીતે ચેટિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે ડિમ્પલે આ અંગે પતિને પૂછ્યું તો તેણે કોઈ બરાબર જવાબ આપ્યો નહોતો. આ પછી પતિએ ડિમ્પલથી અલગ રૂમમાં ઊંઘવાનું શરુ કર્યું હતું.
આ પછી ફરી તેની સાથે રૂપિયાની બાબતે ઝઘડો કરીને ત્રાસ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. આવામાં ડિમ્પલનો પતિ તેની માતા સાથે રહેવા માટે જતો રહ્યો હતો.
જ્યારે ડિમ્પલ પતિને મળવા માટે તેના સાસુના ત્યાં ગઈ તો ત્યાં પણ તેને એલફેલ બોલીને ત્રાસ આપવામાં આવ્યો હતો, અહીં તેને તું અહીં કેમ આવી છે કોઈ પૈસા તને નહીં મળે, રોડ પર વાડકો લઈને ભીખ માંગને પેટ ભરજે..
તેવું કહીને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. અહીંથી કાઢી મૂક્યા બાદ તે પરત જતી રહી હતી. જાેકે, પાંચ મહિના સુધી પતિ દેખાયો ના હોવાથી ને તેની સાથે ફોન પર વાતચીત થઈ ના હોવાથી ડિમ્પલ ફરી તેના સાસુને મળવા માટે ગઈ હતી જાેકે, અહીં તેને મારી નાખવાની ધમકી આપીને તેની સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો.
આ પછી પોતાના પર વધતા ત્રાસથી કંટાળેલી ડિમ્પલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ ડિમ્પલના પતિએ પણ પત્ની સામે અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવી છે. હવે સામ-સામે નોંધાયેલી ફરિયાદના આધારે કૃષ્ણનગર પોલીસે તપાસ શરુ કરી છે.SSS