Western Times News

Gujarati News

બે લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે બે યુવાનો ઝડપાયા

Youngster drugs addiction

પ્રતિકાત્મક

જામનગર, જામનગરમાં ગુરૂવારે મોડીરાતે એસટી નજીક એસ.ઓ.જી. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લીધા છે. મોડી રાતે એસ.ઓ.જી પોલીસે બાઈક પર આવેલા એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈને તેના મૂળિયા સુધી પહોંચવા તપાસ હાથ ધરાઇ છે.

જામનગરમાં ગુરૂવારે રાત્રે નવ વાગ્યાના અરસાથી જ એસટી નજીક એલ.સી.બી અને એસ.ઓ.જી સહિતના પોલીસ કાફલાની ગાડીઓ દોડતી થઇ હતી અને એકાએક એસટી બસ સ્ટેન્ડ સામે આવેલી ગલીમાં યોગેશ્વર એપાર્ટમેન્ટ નજીક બ્લુ કલરની નંબર પ્લેટ વગરની એફ ઝેડ ગાડી સાથે બે શખ્સો શંકાસ્પદ જણાતા એસ.ઓ.જી પોલીસે તેને આંતરીને તપાસ કરી હતી.

જામનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દબોચેલા મોસીન ઉર્ફે મુસો મહેબૂબ રૂમી અને રિઝવાન મોહમ્મદ કોરેજા નામના શખ્સો પાસેથી ૨૦ ગ્રામ જેટલો એમ.ડી પાઉડરનો જથ્થો મળી આવ્યો હતો.

જેથી તાત્કાલિક પોલીસે બંને શખ્સોને દબોચી પંચનામું કરી ડિટેઇન કરી પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. અને આ અંગે મામલતદારની હાજરીમાં જરૂરી પંચનામું પણ કરવામાં આવ્યું હતું.

જામનગરના નવનિયુકત એસ.પી પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળતા જ ર્જીંય્ ના પી.આઈ એસ.એસ. નિનામા તેમજ પીએસઆઇ આર.વી વીંછી સહિતનો એસ.ઓ.જીનો કાફલો ખૂબ ખાનગી રાહે ઓપરેશન પાર પાડી નશાનો કારોબાર કરતા જામનગરના બન્ને શખ્સોને દબોચી લીધા છે.

હાલ પોલીસે વિધિવત ગુનો નોંધી ઝડપાયેલા એમ.ડી. પાવડરના જથ્થાને એફ એસ એલ માં પરીક્ષણ અર્થે મોકલાવ્યું છે. આ એમ.ડી. પાઉડરનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોણે સપ્લાય કરવાનો હતો તે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.

જામનગરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એસટી નજીકથી યોગેશ્વર એપાર્ટમેન્ટ પાસે ૨લાખ, ૪હજારની કિંમતના ૨૦.૦૪ ગ્રામ એમડી પાઉડરનો જથ્થો, રૂપિયા ૬૦હજારની કિંમતનું એફ.ઝેડ. બાઈક તેમજ ૧૦ હજાર રૂપિયાની કિંમતના બે મોબાઇલ મળી કુલ ૨ લાખ,૭૪ હજારની મતા સાથે જામનગરના મોસીન ઉર્ફે મુસો મહેબૂબ રૂમી અને રિઝવાન મોહમ્મદ કોરેજા નામના બન્ને શખ્સોને ઝડપી નશાના કારોબારના મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.