Western Times News

Gujarati News

બે લાખથી વધુ વિદ્યાર્થીએ ખાનગી શાળામાંથી સરકારી સ્કૂલમાં દાખલ થયા

Files Photo

ગુરુગ્રામ: કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે આશરે દોઢ વર્ષ સુધી દેશભરમાં સ્કૂલ-કોલેજાે બંધ રહ્યા બાદ મોટાભાગના રાજ્યોમાં ફરીથી ખુલી છે. આ દરમિયાન ભાજપ શાસિત હરિયાણામાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં બે લાખથી વધુ વિદ્યાર્થીએ ખાનગી શાળામાંથી સરકારી સ્કૂલમાં દાખલ થયા છે. આ ઉપરાંત ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે અનરોલમેંટમાં પણ ૧૧ ટકાનો વધારો થયો છે.

વિદ્યાર્થીના માતા-પિતા અને સ્કૂલ સત્તાધીશોના કહેવા મુજબ ખાનગીમાંથી સરકારી શાળામાં જવાનું મુખ્ય કારણ ફી વિવાદ છે. ડેટા પ્રમાણે રાજ્યના ૨૨ જિલ્લાની ૧૪ હજાર સરકારી શાળામાં ચાલુ વર્ષે ધો. ૧ થી ૧૨માં ૨,૩૩,૬૮૫ નવા એડમિશન થયા છે. હાલ સરકારી શાળામાં ૨૪ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.અહેવાલ મુજબ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. મહાવીર સિંબના કહેવા મુજબ, છેલ્લા બે વર્ષમાં ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીએ સરકારી સ્કૂલમાં એડમિશન લીધું છે જે ઉત્સાહજનક છે.ગત વર્ષે ૧,૧૭,૯૦૩ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં આવ્યા હતા. ૨૦૧૪ થી ૨૦૧૯ વચ્ચે સરકારી શાળામાં પ્રવેશ લેવાની ટકાવારીમાં સરેરાશ ૪ ટકાનો ઘટાડો થયો હતો. ૨૦૧૯-૨૦માં સરકારી સ્કૂલમાં ૩૦ હજાર વિદ્યાર્થીએ ડ્રોપ આઉટ લીધો હતો.

નૂહ જિલ્લાની સરકારી શાળાઓમાં સૌથી વધુ ૨૧ હજાર એડમિશન થયા છે. આ પછી ફરિદાબાદમાં ૧૮,૫૧૨૩, હિસારમાં ૧૭,૨૬૩, કરનલમાં ૧૫,૪૭૩, ભીવાનીમાં ૧૪,૧૩૩, ગુરુગ્રામમાં ૧૩,૨૨૧ વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે. શિક્ષણ વિભાગના દાવા મુજબ વિદ્યાર્થીઓને ફ્રી ટેબ્લેટ અને ૧૪ હજાર અંગ્રેજી મીડિયમની મોડલ સંસ્કૃત સ્કૂલના જાહેરાતથી આ વધારો થયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૩૫,૪૯૯ નવા કેસ નોંધાયા હતા અને ૩૯,૬૮૬ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જયારે ૪૪૭ લોકોના મોત થયા હતા. આ પહેલાના બે દિવસમાં ૧૧૦૮ લોકોના મોત થયા હતા. દેશનો રિકવરી રેટ ૯૭.૪૦ ટકા છે.દેશમાં અત્યાર સુધીમાં કુલ ૫૨ કરોડ ૪૦ લાખ ૬૦ હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.