Western Times News

Gujarati News

બે વર્ષથી બંધ ઓખા-મહેસાણા લોકલ ટ્રેન તાકીદે શરૂ કરવા માંગ

પ્રતિકાત્મક

ઓખા, હાલના દિવસોમાં દરેક ટ્રેન ઓખથી ચાલુ થઈ ગયેલ છે. માત્રને માત્ર આ મધ્યમવર્ગ માટે ઉપયોગી ઓખા-વિરમગામ ટ્રેન બંધ રાખેલ છે. હાલ કોરોના નબળો પડેલ હોવાથી સરકારે એ બધા નિયમો હટાવી લીધા હોય. ઉપરોક્ત ટ્રેન તરત જ ચાલુ કરવા પ્રજા ઈચ્છી રહી છે.

ઓખાથી અગાઉ ઓખા વિરમગામ રાત્રીના ર.૪પ કલાકે ઉપડતી અને રાત્રીના એક વાગ્યે આવતી ટ્રેનમાં મીઠાપુર-દ્વારકા, ભાટીયાના દર્દીઓ જામનગર દવા તેમજ મેડીકલ સારવાર માટે સેકડોની સંખ્યામાં રોજ અપડાઉન કરતા હોવાથી આ ટ્રેન-દવાગાડી તરીકે જાણીતી હતી.

ઓખા-વિરમગામ લોકલ હોય, સેેકડો દર્દીઓ એસ.ટી.તેમજ પ્રાઈવેટ બસોમાં રૂા.૧પ૦/- જેવું ઉચં ભાડુ ખર્ચીને આવન-જાવન ૩૦૦/- થાય છે. ઉપરોક્ત ટ્રેનમાં આવન જાવન માત્ર ૮૦/-માં થાય છે. તો સરકારે ઉપરોક્ત ગાડી તુરત ચાલુ કરી દે તો મધ્યમ વર્ગને રાહત થાય એમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.