બે વર્ષમાં ભારતનો રક્ષા નિર્યાત છ ગણો વધ્યો: રાજનાથસિંહ
નવીદિલ્હી, રક્ષા મંત્રી રાજનાથસિંહ થાઇલૈન્ડના બેંકોક પ્રવાસ પર પહોંચ્યા છે.અહીં તેમણે એક એક કાર્યક્રમમાં કહ્યું કે ૨૦૨૪ સુધી પાંચ ટ્રિલિયનની અર્થવ્યવસ્થાના લક્ષ્યને હાંસલ કરવા માટે મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ રક્ષા ક્ષેત્રને એક મુખ્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે.ભારત ૨૦૧૪-૧૮ દરમિયાન હથિયારોનો બીજા સૌથી મોટો આયાતક છે જે વિશ્વના આયાતના ૯.૫ ટકા હિસ્સો છે. રક્ષા મંત્રીએ કહ્યું કે ભારતના ૨૦૧૯-૨૦માં રક્ષા બજેટ માટે ૬૦ બિલિયન અમેરિકી ડોલરની આસપાસ ફાળવવામાં આવ્યા છે.લગભગ ૬૫ ટકા ભાગો ઘટકો વર્તમાન પ્રણાલીઓની ઉપ પ્રણાલીઓને ડીલાઇસેંસ(લાઇસેંસ રહિત) કર્યો છે.ભારત હવે તેમને બનાવી શકે છે લગભગ ત્રણ બિલિયન અમેરિકી ડોલરના રક્ષા ઉત્પાદનોના ઘરેલુ ખાનગી ક્ષેત્રોમાં ઉત્પાદન થઇ રહ્યું છે.
રાજનાથસિંહે કહ્યું કે રક્ષા ઉત્પાદન નીતિ ૨૦૧૮ના મુસદ્દામાં ૨૦૨૫ સુધી રક્ષા નિર્યાતને પાંચ બિલિયન અમેરિકી ડોલર કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો આ લક્ષ્ય મહત્વકાંક્ષી છે.ભારતનો રક્ષા નિર્યાત ગત ૨ વર્ષોમાં લગભગ ૬ ગણો વધારો થયો છે.