Western Times News

Gujarati News

બે વર્ષમાં ૬૦૬ કરોડથી વધુ દારૂ-નશીલા દ્રવ્યો પકડાયા

પ્રતિકાત્મક

ગાંધીનગર, ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગુજરાતમાં એટલો દારૂ પીવાય અને પકડાય છે જેટલો દારૂની છૂટછે તે રાજ્યમાં પણ નથી હોતું. ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં કોંગ્રેસ દ્વારા વિદેશી-દેશી દારૂ અને અન્ય નશીલા દ્રવ્યો અંગે માહિતી માંગવામાં આવી હતી.

જેમાં ચોંકાવનારી માહિતી મળી છે. બે વર્ષમાં ગુજરાતમાં એટલી માત્રામાં દારૂ પકડાયો છે કે તેને સાચવવા જગ્યા પણ ઓછી પડે. બે વર્ષમાં ૬૦૬ કરોડ ૪૧ લાખ ૮૪ હજાર ૮૪૭ રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં માહિતી આપી કે, રાજ્યમાંથી બે વર્ષમાં ૨૧૫ કરોડ ૬૨ લાખ ૫૨ હજાર ૨૭૫ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પકડાયો છે. જેમાં ૧ કરોડ ૬ લાખ ૩૨ હજાર ૯૦૪ વિદેશી દારૂની બોટલ પકડાઈ છે. ૪ કરોડ ૩૩ લાખ ૭૮ હજાર ૧૬૨ રૂપિયાની કિંમતનો ૧૯ લાખ ૩૪ હજાર ૩૪૨ લીટર દેશી દારૂ પકડાયો છે.

આ ઉપરાંત ૧૬ કરોડ ૨૦ લાખ ૫ હજાર ૮૪૮ રૂપિયાની કિંમતની ૧૨ લાખ ૨૦ હજાર ૨૫૮ બિયરની બોટલ અને ૩૭૦ કરોડ ૨૫ લાખ ૪૮ હજાર ૫૬૨ રૂપિયાની કિંમતના નશીલા દ્રવ્યો પકડાયા છે. જેમાં અફીણ, ચરસ, ગાંજાે, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્ય ડ્રગ્સનો સમાવેશ થાય છે. આમ, બે વર્ષમાં ૬૦૬ કરોડ ૪૧ લાખ ૮૪ હજાર ૮૪૭ રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ , બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે.

સાથે જ સરકારે જણાવ્યુ કે, દારૂ અને નશીલા દ્રવ્યો પકડાવાના ગુનાઓમાં સંડોવાયેલા ૪૦૪૬ હજાર આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે. રાજ્યમા વર્ષ ૨૦૨૦ માં કેફી દ્રાવ્યોના કેસમા ૪૪૭૫ આરોપી પકડવાના બાકી છે. તો વર્ષ ૨૦૨૧ ના અલગ અલગ કેસોમાં ૨૪૧૮ આરોપીઓ પકડવાના બાકી છે. વિધાનસભા ગૃહમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો.

સરકારે કહ્યુ કે, પોલીસ અને સરકારની રહેમ નજર હેઠળ જ રાજ્યની સરહદોથ દારૂનો ગેરકાયદેસર જથ્થો રાજ્યમાં ઠાલવવામાં આવે છે. રાજ્યના યુવાધનને રોજગારીના બદલે બરબાદીમાં ધકેલવાનુ ષડયંત્ર ચાલે છે. સાથે જ ગૃહ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં ૧૩૬૭.૦૧ કરોડ રૂપિયા વણવપરાયેલી રહ્યા હોવાનો સ્વીકાર સરકારે કર્યો.

રાધનપુરના ધારાસભ્ય રધુભાઈ દેસાઈના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, ૨૦૧૯-૨૦ માં ૫૦૧.૩૪ કરોડ અને ૮૫૯.૬૭ કરોડ રૂપિયાની રકમ વણવપરાયેલી રહી. કોરોનાની સ્થિતિને કારણે આ રકમ વણવપરાયેલી રહી હોવાનું કારણે સરકારે જણાવ્યું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.