બે વર્ષ બાદ યોજાનાર અમરનાથ યાત્રાની તમામ તૈયારીઓ જાેરશોરથી શરૂ
શ્રીનગર,કોરોના વાયરસના કારણે બે વર્ષ બાદ અમરનાથ યાત્રા ૨૦૨૨ શરૂ કરવામાં આવી રહી છે. આ યાત્રા ૩૦ જૂનથી શરૂ થવા જઈ રહી છે. જે માટેની તમામ તૈયારીઓ જાેરશોરથી કરવામાં આવી રહી છે. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને સંપૂર્ણ સુરક્ષા આપવા માટે, જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે જમ્મુના પ્રવેશ સ્થળ લખનપુર ખાતે સુરક્ષા ઉપરાંત ટ્રાફિકની વ્યવસ્થા જાેઈ.
તેમના પ્રવાસ દરમિયાન દિલબાગ સિંહ સૌથી પહેલા જમ્મુમાં જ્યાંથી એન્ટ્રી થાય છે ત્યાં પહોંચ્યા હતા.
અહીં તેમણે મુસાફરો માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલી સુરક્ષા અને સુવિધાની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે આ યાત્રા બે વર્ષ પછી શરૂ થવા જઈ રહી છે. તેથી આ વખતે અમરનાથ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચશે. આવી સ્થિતિમાં પોલીસે આ યાત્રા સુખદ, સલામત અને સરળ બને તે માટે તમામ વ્યવસ્થા કરી છે.
આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, આ યાત્રામાં ઘણીવાર દુશ્મનોના હુમલાની સંભાવના રહે છે. આથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની આઈએસઆઈ એજન્સી ઈચ્છતી નથી કે આ સફર બિલકુલ સુખદ હોય. આ માટે તેઓ ડ્રોન દ્વારા ડ્રગ્સ અને હથિયારો મોકલવાના નવા રસ્તાઓ શોધી રહ્યા છે. જેમાં ડ્રોન દ્વારા વિસ્ફોટક મોકલવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં અમરનાથ યાત્રા સુરક્ષિત રીતે પૂર્ણ કરવી એ આપણા માટે મોટો પડકાર છે.HS2KP