બે વર્ષ લગ્નસરાનો ધંધો નહીં મળતા વાસણ બજારને કરોડોનુ નુકશાન
વર્ષેે રૂા.૧પ૦૦ કરોડથી વધુનો વાસણનો વેપાર, ૭૦ ટકા વેપાર માત્ર લગ્નસરામાં
(એજન્સી) અમદાવાદ, વૈશાખ મહિનામાં ગુજરાતભર માં લગ્નની સિઝન ચાલતી હોઈ અને અમદાવાદ સહિત રાજયભરના વાસણના વેપારીઓને વાત કરવાનો પણ સમય મળે નહી. તેના બદલે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે લગ્ન સમારંભ થઈ શકતા નથી. હજારોની સંખ્યામાં લગ્નો કેન્સલ થયા અથવા તો પરિવારના સભ્યોની હાજરીમાં સાદાઈથી લગ્ન કરી દેવામાં આવે છે. જેને કારણે કન્યાઓને કન્યાદાન વખતે આપવામાં આવતા વાસણો અને પૂરત આપી શકાતી નથી. આ પરિસ્થિતિમાં વાસણ બજારનેે કરોડો રૂપિયાનો ફટકો પડ્યો હોવાનુૃ વાસણના વેપારીઓ અને ઉત્પાદકો જણાવી રહ્યા છે. તેમનંુ કહેવુ તો એ છે કે ગુજરાતમાં વર્ષે દહાડે વાસણનો વેપાર રૂા.૧પ૦૦ કરોડનો થતો હોય છે. જે પૈકી ૭૦ ટકા વેપાર તો માત્ર લગનસરામાં જ થતો હોય છે. બે વર્ષથી લગ્નસરા નહીં આવતા વેપારીઓ અને ઉત્પાદકો નિરાશ થઈ ગયા છે.
અમદાવાદ માંડવીની પોળ વાસણ બજારમાં જ્યારે લગ્નસરોે ચાલતો હોય ત્યારે પગ મુકવાની પણ જગ્યા મળે નહી. ઓઢવ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેમાં પણ આવેલા વાસણના કારખાનાને મોટાઓર્ડર મળતા હોવાથી તે ધમધમતા હોય છે. કોરોનાના કારણે વાસણના વેપારીઓ અને ઉત્પાદકોને મોટો ફટકો પડ્યો છે.
વાસણ બજાર સંગઠનના હિમાંશુ શાહના જણાવ્યા અનુસાર કોરોનાની બીજી લહેરમાં સરકારના આદેશ મુજબ લાંબા સમય સુધી બંધ રહેલા બજારો ફરીથી કાર્યરત થઈ રહ્યા છે. ધીમે ધીમે ગ્રાહકો આવતા નિરાશ થયેલા વેપારીઓને ધંધો પાટે ચડી જશે એવી આશા બંધાઈ રહી છે.
જાે કે વાસણના વેપારીઓને ચાલુ વર્ષે પણ લગ્નસરામાં ધંધો કરવા મળ્યો નથી. લગ્નસરામાં મોટાભાગના લગ્ન કોરોનાને કારણે રદ થયા છે. અથવા તો સાદાઈથી થય ાછે. આવા લગ્નમાં કોઈપણ પ્રકારની ખરીદી કરવામાં આવી નહોવાથી વાસણ બજારને ખુબ જ મોટો ફટકો પડ્યો છે. અન્ય વેપારીઓના જણાવ્યા અનુસાર આખા વર્ષમાં વાસણનો લગભગ ૧પ૦૦ કરોડનો વેપાર થતો હોય છે. જે પૈકી માત્ર લગ્નસરામાં જ ૭૦ ટકા ધંધો થતો હોય છે. જ્યારે બાકીનું વૈષે વેપારીઓ ૩૦ ટકા ધંધો કરતા હોય છેે.
હવે ગત વર્ષેે દેશમાં કોરોનાન્ી એન્ટ્રી થયા બાદ લગ્નસરા વખતે જે લાંબા સમય સમય સુધી દેશભરના બજારો બંધ રાખવામાં આવ્યા હતા. તેને કારણે લગ્નસરામાં કોઈ ધંધો થઈ શક્યો નહી. કોરોનાનું જાેર ઘટતા વેપાર ધંધા સેટ થઈ રહ્યા હતા. ત્યારે બીજી એક વખત કોરોનાની ઘાતક લહેર શરૂ થઈ ગઈ. જેમાં સંક્રમણનું પ્રમાણ અસાધારણ રીતે વધતા લગ્નના ટાણે બજારો બંધ રાખવાની નોબત ઉભી થઈ.