બે વર્ષ સુધી અર્થવ્યવસ્થામાં સુધારાના કોઇ જ સંકેત નથી
નવી દિલ્હી : ફિચ રેટિગ્સના મુખ્ય અર્થ શાસ્શાત્રીબ્રાયન કોલ્ટને ચેતવણી આપતા કહ્યુ છે કે આગામી બે વર્ષ સુધી ભારતીય અર્થવ્યવસ્થામાં કોઇ સુધારા થનાર નથી.
એનો અર્થ એ થયો કે આર્થિક મંદીની અસર હાલમાં બે વર્ષ સુધી રહી શકે છે. ફિચ રેટિંગ્સ દ્વારા ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ ચિંતા વધી ગઇ છે. જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને ૫.૫ ટકા કરી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યુ છે કે આગામી બે વર્ષ સુધી ભારતીય અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે કોઇ સંકેત મળી રહ્યા નથી. સાથે સાથે ફિચ રેટિગ્સે ચાલુ નાણાંકીય વર્ષ માટે જ ફિચ રેટિંગ્સ ચેતવણી આપી હતી. ચાલુ નાણાંકીય વર્ષ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર અનુમાનને ઘટાડીને ૫.૫ ટકા કરી દેવામાં આવ્યો છે.
તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાથી પહેલાના જ અંદાજ કરતા ઓછો છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પહેલાથી જ સુધારેલો અંદાજ ૬.૧ ટકા રહ્યો છે. એજન્સીએ આની પાછળ મુખ્ય કારણ તરીકે બજારમાં પૈસાની કમી તરીકે ગણાવ્યુ છે. આ કમી મુખ્ય રીતે બિન સરકારી બેકિંગ નાણાંકીય સંસ્થાઓની લોન આપવાની ક્ષમતામાં ઘટાડો છે.