બે વાર પરણી ચૂકેલાં શખ્શે યુવતીને ફસાવી લગ્ન કરી ૧૫ લાખ દહેજની માંગ કરી
દહેજ ન આપતાં યુવતીને સાસરીયાઓએ ઘરમાં ગોંધી જમવાનુ ન આપતાઃ પરીવારને મારી નાખવાની પણ ધમકીઓ : ઈસ્ટ મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ |
અમદાવાદ : નિકોલમાં રહેતી એક યુવતીને ફસાવીને તેની સાથે પ્રેમલગ્ન કર્યા બાદ યુવતીની સાથે મારઝૂડ કરતા પતિ વિરુદ્ધ તેણે ફરીયાદ નોંધાવી છે લગ્ન કર્યા બાદ સાસરે આવેલી યુવતીને પોતે ત્રીજી પત્ની હોવાની જાણી થતા તે સ્તબ્દ થઈ ગઈ હતી ઉપરાંત સાસરીયાઓ તેને તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા તથા સોનાના દાગીના ઉપરાંત રોકડ રૂપિયાનું દહેજ માગતા યુવતીએ પોલીસનું શરણુ લીધુ છે.
પીડીતા કેયુરીબેન વસોવા નિકોલ ખાતે રહેતી હતી બે વર્ષમાં અગાઉ તેની સાથે ગરબા કલાસીસમાં આવતા નીરજ વસોવાએ તક્ષશીલા સોસાયટીમાં નિકોલ ગામ રોડ તેને વાતોમા ભોળવી રજીસ્ટર્ડ મેરેજ કર્યા હતા જા કે ઘરે કોઈને કહેવાની ના પાડી હતી જેથી ઘણાં સમય સુધી કેયુરીએ પોતાના પરીવારને જાણ કરી ન હતી જા કે પોતાના પરીવારને મળવા લઈ ન જતો નીરજ લગ્ન જીવનમાં બધા હકો ભોગવતો હતો દરમિયાન કેયુરીએ દબાણ કરતા તેએ ભોડેથી ઘર રાખી કેયુરી સાથે રહેવા લાગ્યો હતો બાદમા પોતાના પરીવારજનો માની ગયા છે તેમ કહી તેને લઈ ગયો હતો.
થોડાક દિવસોમાં સાલુ ભાનુબેન તથા નણંદ વૈશાલીબેનને નીરજના અગાઉ પણ બે લગ્ન થઈ ચૂક્યા છે અને દહેજન મળતાં છુટાછેડા લીધા હોવાનું જણાવ્યુ હતુ.
ઉપરાંત જા કેયુરીએ રહેવુ હોય તો તેણે પણ દહેજ આપવુ પડશે તેમ કહેતા તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી કેયૂરીએ પ્રેમલગ્ન કર્યા હોવાથી દહેજ લાવવું અશક્ય હોવાનુ જણાવતાં સાસરીયાઓએ તેને મારઝૂડ કરી ઘરમાં ગોધી રાખી હતી ઉપરાંત ઘરવાળા સાથે પણ વાત કરવા દેતા હતા પતિને આ અંગે ફરીયાદ કરતા તેણે પણ કેયૂરીને તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
ડરી ગયેલી કેયૂરીએ મળતા જ પોતાના ભાઈને ફોન કર્યો હતો જેથી તેના પિતા અને ભાઈ મળવા આવતો સાસરીયાઓએ ફરી તેના પર માનસિક શારીરિક ત્રાસ ગુજાર્યો હતો અને જાવાનુ પણ આવતાં ન હતા જેથી તે પોતાના માતા પિતાના ઘરે આવી ગઈ હતી જ્યાથી કેસ કરતા પતિએ પોલીસ સ્ટેશનમા પણ રોકડા પંદર લાખ અથવા પચાસ તોલા સોનું દહેજ પેટે માગતા છેવટે કેયૂરીએ પૂર્વ મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.