બે સંતાનોની માતા સાથે સંબંધ રાખવા દબાણ કરતો પૂર્વ પ્રેમી, મહિલાએ ઇન્કાર કરતા કરી હત્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/muder-2.jpg)
Files Photo
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઢેલાણા ગામે ખૂની ખેલ ખેલાયો હતો. માંગરોળના ઢેલાણા ગમે ૪૫ વર્ષીય એક પરિણીતાની ઘાતકી હત્યા કરાયેલા હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે જઈને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે. મહિલાનો પહેલાં એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતા પરંતુ મહિલાએ ઇન્કાર કર્યો હતો. આથી આ વ્યક્તિએ મહિલાની હત્યા કરી નાખી. પોલીસે આ મામલે મનસુખ પીઠા પરમાર નામના આરોપીની અટક કરી છે.
બનાવની વિગતો મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ઢેલાણા નામનું એક ગામ આવેલું છે. અહીંયા ગઈકાલે સોંલકી પરિવારની પરિણીતા ભારતી બહેનની તેમના જ ઘરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને તેની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું હતું. જાેકે, આ કમકમાટી ભર્યા ખૂની ખેલના કારણે લોકોમાં ડરનો માહોલ પ્રસરાયો હતો.
બનાવની જાણ થતા માંગરોળ પી.એસ.આઈ વી.યુ. સોલંકી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. ત્યારે આરોગ્ય કેન્દ્ર પર પણ લોકોના ટોળો ઉમટ્યા હતા. દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે મહિલાનો પતિ નરેન્દ્રભાઈ કોઈ કામ અર્થે માંગરોળ ગયો હતો ત્યારે તેના જ ઘરમાં આ ઘાતકી હત્યા થઈ હતી.
પોલીસે આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે મહિલા ભારતી બહેન નરેન્દ્ર ભાઈ સોલંકી નામની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ છે. મૃતક મહિલાનો અગાઉ મનસુખ પીઠા પરમાર સાથે પ્રેમ સંબંધ હતો. જાેકે, મહિલાએ આ સંબંધો તોડી નાખતા મનસુખ જબરદસ્તી તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. આ અંગે ગઈકાલે મોકો જાેઈને મનસુખે મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.મહિલાની હત્યા અંગે પોલીસ દ્વારા શકમંદ કારણના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં મનસુખનું નામ ખુલ્યું હતું. પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.