બૉલીવુડ અભિનેતા આસિફ બસરાએ ધર્મશાળામાં કર્યો આપઘાત
નવી દિલ્હી, બોલીવુડ અભનેતા આસિફ બસરાએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કરી લીધું છે. ગુરૂવારના રોજ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાળામાં બસરાએ એક કાફેમાં આત્મહત્યા કરી લીધી. આસિફે આત્મહત્યાં કેમ કરી તેનું કારણ હજું જાણવા મળ્યું નથી. હાલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી રહીં છે.
ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પોંહચી ગઇ હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી તપાસ શરુ કરી દીધી છે. આસિફે બસરાએ છેલ્લા પાંચ વર્ષથી મૈક્લોડગંજમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા. તેમની સાથે તેમની એક વિદેશ મહિલા મિત્ર પણ રહેતી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આસિફ બસરા UKની એક મહિલા સાથે લિવ ઇનમાં મેક્લોડગંજમાં રહેતા હતા. ગુરુવારે બપોરે તે પોતાના પાલતુ શ્વાનને ફરવા માટે લઈ ગયા હતા. આ પછી, તેઓ ઘરે પાછા આવ્યા અને તેમણે પાળતુ શ્વાનના પટ્ટાથી જ પોતે લટકી ગયા હતા. પ્રારંભિક તપાસમાં તે ડિપ્રેશનનો શિકાર હોવાનું બહાર આવ્યું હતું. કેસની પુષ્ટિ કરતાં કાંગરાના એસપી વિમુક્ત રંજનએ જણાવ્યું હતું કે, પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આસિફ બસરાએ આત્મહત્યા કરી છે.
એક જાણીતા ટીવી એક્ટર છે. તેમણે ઘણી બોલિવુડ ફિલ્મ ‘પરઝાનીયા’ બ્લેક ‘ફ્રાઈડે’ ઉપરાંત, તે હોલીવુડ મૂવી આઉટસોર્સમાં પણ જોવા મળ્યા હતા. આ સિવાય બસરા હિમાચલી ‘સાંજ’ ફિલ્મની ભૂમિકા માટે પણ જાણીતા છે. આ સિવાય ઈમરાન હાશ્મીની ‘વન્સ અપન એ ટાઇમ ઇન મુંબઇ’ ફિલ્મમાં પણ તેણે ઈમરાન હાશ્મીના પિતાનું પાત્ર ભજવ્યું હતું.