બોક્સિંગમાં ભારતની આશાઓ પર ફટકો-વિકાસ કૃષ્ણન ઓલિમ્પિકમાંથી બહાર

વિકાસ ક્રિષ્ણનને જાપાનના ઓકાજાવાએ હરાવ્યો, કૃષ્ણન આ મુકાબલામાં ત્રણમાંથી કોઈ પણ રાઉન્ડ જીતી ન શક્યો
ટોક્યો, ટોક્યો ઓલિમ્પિકમાં ૨૪ જુલાઈના રોજ ભારતના મુક્કેબાજ વિકાસ કૃષ્ણન ઓલિમ્પિકમાંથી બહાર ધકેલાયા છે. આ સાથે જ ભારતની આશાને મોટો ઝટકો લાગ્યો છે. વિકાસ ક્રિષ્ણનને જાપાનના ઓકાજાવાએ હરાવ્યા છે. કૃષ્ણન આ મુકાબલામાં ત્રણમાંથી કોઈ પણ રાઉન્ડ જીતી શક્યા નથી.
બોક્સર વિકાસ ક્રિષ્ણનને હારનો સામનો કરવો પડ્યો છે. વિકાસ ક્રિષ્ણન ૦-૫ થી જાપાનના ઓ કાઝાવા સામે હારી ગયા છે. બોક્સર વિકાસ કૃષ્ણન મેલ વેલ્ટર ૬૯ કિલોની કોમ્પિટિશનમાં જાપાનના પ્લેયર સામે હારી ગયા છે.
તો બીજી તરફ, ભારતની સ્ટાર ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રા એકલ કેટેગરીમાંથી બીજી કેટગરીમાં પહોંચી ગઈ છે.
મનિકાએ શનિવારે રમાયેલા પહેલા મુકાબલામાં બ્રિટની તિન-તિન હો ને ૪-૦ થી હરાવી છે. આ મેચ કુલ ૩૦ મિનિટ રમાઈ હતી. મનિકાએ ૧૧-૭, ૧૧-૧૦, ૧૧-૧૦, ૧૧-૯ થી શાનદાર જીત હાંસિલ કરી છે. મનિકાએ મિશ્રિત ઈવેન્ટમાં હારની નિરાશામાંથી બહાર આવીને આ જીત મેળવી છે. તો આગામી સમયમાં મનિકાનો સામનો યુક્રેનની ૨૦ મી સીડ માર્ગરેટા પેસોત્સકા સાથે થશે. અચંતા કમલ સાથે રમતા મનિકાએ શનિવારે મિશ્રિત કપલ કોમ્પિટિશનના અંતિમ ૧૬ રાઉન્ડમાં હાર મળી હતી.
વેઈટ લિફ્ટર મીરાબાઈ ચાનૂએ ભારતને પહેલુ મેડલ અપાવ્યું. મીરાબાઈએ ૪૯ કિલો કેટેગરીમાં બીજુ સ્થાન મેળવ્યું. મીરાબાઈએ ૨૦૨ ના કુલ વજનની સાથે બીજુ સ્થાન મેળવ્યું છે. આ સ્પર્ધાની ચીનની જીહોઈ હોઉએ જીતી છે. આ સાથે જ મીરાબાઈ વેઈટ લિફ્ટીંગમાં મેડલ જીતનારી ભારતની બીજી મહિલા બની ગઈ છે.
તો બીજી તરફ મેરઠના શૂટર સૌરભ ચૌધરી પહેલા રાઉન્ડમાં શાનદાર પરર્ફોમન્સ સાથે આગળ વધ્યા હતા. પરંતુ બીજા રાઉન્ડમાં તેમનુ નિશાન ચૂકી જતા ભારે નિરાશા સાંપડી હતી. સવારે ૧૦ મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં તેમનુ પ્રદર્શન સારુ રહ્યું હતું. પરંતુ બાદમાં બપોરે ૧૨ વાગ્યે ફાઈનલ રાઉન્ડમાં તેમનુ નિશાન ચૂકી ગયુ હતું.