Western Times News

Gujarati News

બોગસ આયુષ્યમાન ભારત કાર્ડ બનાવનારની હવે ખેર નથી, મસમોટો દંડ લાગશે

અમદાવાદ, રાજ્યના ગરીબ અને જરૂરિયાતંદ લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ સરળતાથી અને નિઃશુલ્ક મળી રહે તે માટે પીએમજેએવાયુ કાર્ડના લાભર્થીને લાભાન્વિત કરવા સરકાર દ્વારા રાજ્યના નગરો-મહાનગરો ,ગ્રામ્ય સ્તરે સી.એચ.સી. અને પી.એચ.સી. સેન્ટર ખાતે પણ નાગરિકોને ઁપીએમજેએવાયુ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા કરાઈ છે.

પરંતુ આ યોજનામાં પણ લોકો ખોટા કાર્ડ બનાવી રહ્યા છે. જે રાજ્ય સરકારને ધ્યાને આવતા અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગને ૨૪ કાર્ડની યાદી આપવામાં આવી હતી.

૨૪ કાર્ડમાં શંકા જતા બીઆઇએસ ઓડિટર લોગ ઇન પર તપાસ કરતા ૭ કાર્ડ ખોટા હોવાનું બહાર આવ્યું છે. ૭ કાર્ડ બનાવનાર અને એપૃવલ આપનાર પર કાર્યવાહી કરવામાં આવી છે. કાર્ડ બનાવનાર અને એપૃવલ આપનારનું તાત્કાલિક આઇડી બંધ કરવામાં આવ્યું છે. તેમજ ખોટા દસ્તાવેજ રજૂ કરીને કાર્ડ બનાવનાર પાસેથી એક કાર્ડ દીઠ ૧ હજાર રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો છે.

કાર્ડને એપૃવલ આપનાર પાસેથી એક કાર્ડ દીઠ ૫૦૦ રૂ.દંડ વસુલ કરવામાં આવ્યો છે.કુલ ૧૦ હજાર ૫૦૦ રૂ દંડ વસુલ કરીને રાજ્ય સરકારમાં જમા કરવામાં આવ્યા છે

અમદાવાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમારે ન્યુઝ ૧૮ ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પીએમજેએવાય યોજનામાં કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ એક જ મોબાઈલ નંબરથી ૬ કાર્ડ બનાવવામાં આવ્યા હતા.

એટલે ખોટા કાર્ડ બન્યા હોવાની શંકા જતા તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. અમદાવાદના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતા ૨૪ માંથી ૭ કાર્ડ ખોટા હોવાનું જાણવા મળ્યું હતું.જેમાં ૬ કાર્ડ એક જ મોબાઈલ નંબર પરથી કાઢવામાં આવ્યા છે.અમદાવાદ જિલ્લામાં કુલ ૭ કાર્ડ ખોટા બનાવ્યા છે.ખોટા કાર્ડ બનાવનાર અને એપુવલ આપનાર બંને પર કાર્યવાહી કરવામાં આવી છે.

ખોટા દસ્તાવેજ અથવા તો ખોટી આવક રજુ કરીને કાર્ડ બનાવ્યું હોય તો તેને એક કાર્ડ દીઠ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે છે અને આઇડી બંધ કરી દેવામાં આવે છે. સાથે એપૃવલ આપનારને પણ ૫૦૦ રૂ.દંડ કરવામાં આવે છે અને આઇડી બંધ કરી દેવામાં આવે છે.

પીએમજેએવાયુ યોજનાના કાર્ડ માટે ખોટા દસ્તાવેજ આપીને કાર્ડ બનાવ્યા બાદ જાે સારવાર લીધી હોય અને ક્લેમ પાસ કરાવ્યો હોય તો જેટલો ક્લેમ પાસ થયો હોય તેના ૩૦૦ ટકા દંડ વસુલ કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લામાંથી ૭ લોકોએ ખોટા કાર્ડ બનાવ્યા છે.જેના પર અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે કાર્યવાહી દંડ વસુલ કર્યો છે. જાેકે ખોટા દસ્તાવેજ રજૂ કરીને કાર્ડ બનાવનાર અને એપૃવલ આપનાર ચેતી જજાે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.